દ્વારકા: અંધશ્રદ્ધાએ ત્રણ સંતાનોની માતાનો જીવ લીધો, વિજ્ઞાનજાથાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

News18 Gujarati
Updated: October 14, 2021, 12:20 PM IST
દ્વારકા: અંધશ્રદ્ધાએ ત્રણ સંતાનોની માતાનો જીવ લીધો, વિજ્ઞાનજાથાએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
સ્થળની તસવીર

મેલું અને વળગાડ હોવાનું કહી તેને માર મારવામાં આવ્યો હતો જેના કારણે તનો જીવ ગયો છે. આ કેસમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

  • Share this:
દ્વારકા: ઓખા મઢીમાં ( Dwarka) અંધશ્રદ્ધાએ એક મહિલાનો જીવ લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરિણીતા પર વિધિ કરવામાં આવી હતી. જેમાં ભૂવાએ મહિલાને શરીર પર અસંખ્ય ડામ આપી સાંકળથી માર મારતા મહિલાનું મૃત્યુ થયું હતુ. ધાર્મિક વિધિના નામે મહિલાને પહેલાં તો ખંડેર જેવા મંદિરમાં પરિવાર જ લઇ આવ્યો હતો. જેમાં મેલું અને વળગાડ હોવાનું કહી તેને માર મારવામાં આવ્યો હતો જેના કારણે તનો જીવ ગયો છે. આ કેસમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

અંધશ્રદ્ધાએ 25 વર્ષની મહિલાનો લીધો ભોગ

દ્વારકા (Dwarka) નજીક આવેલ ઓખા મઢી પાસે મેલડી માતાના મંદિરે ગઈકાલે એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે. જેના પડઘા આખા રાજ્યમાં પળ્યા છે. નવરાત્રિ દરમિયાન રમીલાબેન સોલંકી નામની મહિલાનું અંધશ્રદ્ધાના કારણે મોત નિપજ્યું છે. મહિલાનો પરિવાર મેલડી માતાના મંદિરે નવરાત્રીના આઠમા નોરતે આવ્યો હતો. ત્યારે રમીલાબેનને વળગણની વાત કરીને લોખંડને ગરમ કરી માર મારવામાં આવ્યો હતો. શરીરે ગળા, પગ સાથે શરીરના કેટલાક અન્ય ભાગોમાં પણ ડામ દેવામાં આવ્યા હતા.

અંધશ્રદ્ધાની તસવીર


જેને કારણે મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મામલાની જાણ દ્વારકા પોલીસને થતાં દ્વારકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી મહિલાના પતિના ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કુટુંબીજનો અને ભુવા વિરૂદ્ધ 302 હેઠળની ધારાઓ લગાવવામાં આવી હતી. દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને કબજે કરી જામનગરમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. દ્વારકા પોલીસ સહિત ફોરેન્સિક એક્સપર્ટની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવશે. મહિલાના મૃત્યુંનો અપરાધી ભૂવો પણ તેમનો જ કુટુંબીજન જ છે.આ પણ વાંચો - વડોદરા: યુવાન બેંક કર્મીએ મોં પર ઓક્સિજન માસ્ક અને કોથળી પહેરી કર્યો આપઘાત

વિજ્ઞાનાજાથાએ શું કહ્યું?

આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથા પણ પોતાનો ભાગ ભજવ્યો છે. આ અંગે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતુ કે, ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રદ્ધાના કેસ વધારે જોવા મળે છે. ભારતમાં જ્ઞાતિઓમાં ભુવા સ્થાપવાનો રિવાજ નાબૂદ કરવાની જરૂર છે. રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો લાવવાની જરૂર છે. મહિલાઓ ધૂણવા પાછળ જેનેટિક સંસ્કાર, સિન્ડ્રોમ રોગની પીડા મહત્વનો ભાગ છે. આ ઉપરાંત જણાવ્યુ કે, નવરાત્રીમાં ડાકલા, ઢોલ વાગવાને કારણે માનસિક નબળા લોકોને વધુ અસર થાય છે અને તેઓ ધુણે છે.આ કેસમાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, મહિલાની લાશનો કબ્જો લઈને તેના પોસ્ટમોર્ટ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. મહિલાનું અંધશ્રદ્ધાના કારણે ડામ અને માર મારવાના કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: October 14, 2021, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading