વિજય રૂપાણીની દીકરીની ભાવુક પોસ્ટ વાયરલ, 'વિજય રૂપાણી એક દીકરીની નજરે '

News18 Gujarati
Updated: September 13, 2021, 9:22 AM IST
વિજય રૂપાણીની દીકરીની ભાવુક પોસ્ટ વાયરલ, 'વિજય રૂપાણી એક દીકરીની નજરે '
તસવીરો સભાર રાધિકા રૂપાણીની ફેસબુક પોસ્ટમાંથી

નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ અમારો રિવાજ હતો.

  • Share this:
રાજકોટ : વિજય રૂપાણીએ (Vijay Rupani) શનિવારે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેતા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાયા જેવી સ્થિતિ બની ગઇ હતી. રવિવારે ગુજરાતને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat New CM Bhupendra Patel) મળી ગયા છે. ત્યારે આ દરમિયાન રાજ્યથી માંડીને દેશના અનેક રાજકીય નિષ્ણાતોએ વિજય રૂપાણીને કેમ રાજીનામું આપવું પડ્યું તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. વિજય રૂપાણીએ તો કોઇ સિકંજ વગર રાજીનામું આપીને કહ્યું હતું કે, હવે મને પાર્ટી દ્વારા જે જવાબદારી મળશે તેની પુરી જવાબદારી સાથે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષમાં કામ કરીશ. તો બીજી બાજુ વિજય રૂપાણીની દીકરી રાધિકાએ (Radhika Rupani) પણ પિતાના રાજીનામા અંગે એક પત્ર લખ્યો છે, જે હાલ ઘણો જ ચર્ચામાં છે. વિજય રૂપાણીની (Vijay Rupani Daughter) દીકરી રાધિકા રૂપાણીએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, 'વિજય રૂપાણી એક દિકરીની નજરે '

વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણીએ લખેલી પોસ્ટ અક્ષરસઃ અહીં મુકવામાં આવે છે.

વિજય રૂપાણી એક દિકરીની નજરે

કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર.
એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે.

આજે પણ મને યાદ છે કે, કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથેુ બેસાડી જમાડ્યા હતા.નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમને રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઇ ગયા હતા કે અમે reality અને લોકસંવાદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેશ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે.

વર્ષો સુધી અમારા ઘરના સીમ્પલ પ્રોટોકોલ હતા.
૧. કોઇનો પણ રાત્રે ૩ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી.
૨. ઘરે કોઇપણ વ્યક્તિ કોઇ પણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ.
૩. હમેરા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.
૪. પહેલા ભણવાનું અને પછી મોજમજા.

અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે down to earth છીએ, all thanks to our parents.

આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મગાવશે. એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.

કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી - Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણી ઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? Isn’t it a necessary quality we need in a leader ? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેશ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવુ એ જ નેતાની નીશાની છે ?

અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ - will it survive ? will it be enough ? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસીયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!!

જય હિન્દ, ભારતમાતાની જય
Radhika Rupaniનોંધનીય છે કે, વિજય રૂપાણીની પુત્રી રાધિકાએ નીમિત મિશ્રા સાથે લગ્ન કર્યા છે. તેઓ 2015થી લંડનમાં સ્થાયી છે. હાલ લંડનમાં સીએની પ્રેક્ટિસ કરતી રાધિકા અને નીમિતને એક પુત્ર શોર્ય પણ છે.
Published by: Kaushal Pancholi
First published: September 13, 2021, 8:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading