રાજકોટ : અડધું લોકડાઉન મંજૂર નથી, સંપૂર્ણ લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપો


Updated: May 7, 2021, 10:16 PM IST
રાજકોટ : અડધું લોકડાઉન મંજૂર નથી, સંપૂર્ણ લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપો
રાજકોટ : અડધું લોકડાઉન મંજૂર નથી, સંપૂર્ણ લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપો

વેપારીઓએ પોતાનો વાંધો દર્શાવ્યો, તેમણે કહ્યું- જો કોરોનાને હળવો પાડવો હોય તો આંશિક લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જોઇએ. 60 ટકા જેટલા વેપાર-ધંધાને છૂટ આપી માત્ર 40 ટકા જેટલા વેપાર-ધંધા બંધ રાખવાથી કોરોના કાબુમાં નહીં આવે

  • Share this:
રાજકોટ : રાજ્ય સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે રાજકોટ સહિત અનેક શહેરોમાં મિની લોકડાઉન લાગુ કર્યુ છે. મિની લોકડાઉનના સમયાગાળામાં રાજ્ય સરકાર દ્વારા આવશ્યક ચીજ-વસ્તુઓના નામ હેઠળ અનેક વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ આપી છે જ્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા વેપાર-ધંધા જ બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે જે સામે વેપારીઓએ પોતાનો વાંધો દર્શાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો કોરોનાને હળવો પાડવો હોય તો આંશિક લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જોઇએ. 60 ટકા જેટલા વેપાર-ધંધાને છૂટ આપી માત્ર 40 ટકા જેટલા વેપાર-ધંધા બંધ રાખવાથી કોરોના કાબુમાં નહીં આવે.

કોરોનાએ ધંધા રોજગાર ઉપર માઠી અસર કરી છે. એમાં પણ નાના દુકાનદારો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા અમુક ધંધાઓ ચાલુ રાખવા જયારે અમુક ધંધા બંધ રાખવા સામે રાજકોટના સાતેક જેટલા વેપારી મંડળીએ અડધું લોકડાઉન મંજૂર ન હોવાનો સુર વ્યકત કર્યો હતો. રાજકોટના વેપારીઓની મિટિંગમાં જણાવ્યુ કે 40 ટકા રાજકોટ બંધ છે, 60 ટકા ખુલ્લુ છે. લોકો બેફામ બનીને રોડ ઉપર અવરજવર કરે છે. શાકમાર્કેટ, દાણાપીઠ, કારખાનાઓ ખુલ્લા છે. ફકત નાના કાપડના વેપારીઓ, રેડીમેઇડ ગારમેન્ટ, બૂટ-ચંપલ, દરજી, પાર્લર બંધ છે. આપણો મુખ્ય હેતુ કોરોનાના સંક્રમણની ચેઇન તોડવાનો છે, જે થતું નથી.ઉલ્ટાના કેસ વધી રહ્યા છે.

આ પણ વાંચો- રાજ્યમાં સતત ત્રીજા દિવસે સાજા થનાર દર્દીઓ વધ્યા, રેકોર્ડબ્રેક 13085 લોકોએ કોરોનાને માત આપી


વેપારીઓએ વધુમાં કહ્યું કે અમારું સરકાર અને અધિકારીઓને કહેવું છે કે સંપુર્ણ લોકડાઉન કરો અને કોરોનાની ચેઇન તોડી લોકોને મોતના મુખમાંથી બચાવો. આવા અધકચરા લોકડાઉન અમોને મંજુર નથી. દુકાનદારોએ કહ્યું કે અધકચરા લોકડાઉનથી સંક્રમણ ઘટશે નહીં, જેથી તમામ ક્ષેત્રે લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાનો ખોલવા મંજુરી આપો. હાલ વેપાર ધંધા બંધ હોવાથી દુકાનદારો તેના માણસોને પગાર પણ ચુકવી શકતા નથી. લોનના હપ્તા ચડી ગયા છે.
Published by: Ashish Goyal
First published: May 7, 2021, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading