રાજકોટ: રિનોવેશનના કામમાં ઘરની દીવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના મોત, એક ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: September 23, 2021, 2:15 PM IST
રાજકોટ: રિનોવેશનના કામમાં ઘરની દીવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના મોત, એક ઇજાગ્રસ્ત
પ્રતીકાત્મક તસવીર

Rajkot News: ચોથા માળે સ્લેબ તોડવાનું કામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન એક દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા હતા.

  • Share this:
રાજકોટમાં (Rajkot) એક દૂર્ઘટના સામે આવી છે જેમા બે લોકોના મોત થયા છે. શહેરના નાનામવા રોડ પર આવેલા જીવરાજપાર્કમાં મહાદેવ મંદિર પાસે એક બિલ્ડીંગની દીવાલ (wall collapsed in Rajkot) પડતા બે શ્રમિકોના મોત થયા છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલુ હતું.

સ્લેબ તોડી રહ્યા હતા ત્યારે જ આ દીવાલ પડી

આજે અચાનક ચોથા માળે સ્લેબ તોડવાનું કામ ચાલી રહ્યું હતુ તે દરમિયાન એક દીવાલ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા હતા. જેમાથી, શિવાનંદ અને રાજુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે સુરજકુમારને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ દૂર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવીને દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી તરત જ શરૂ કરી હતી. જોકે, બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક જ શ્રમિકને બચાવવામાં આવ્યા હતા. પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બે શ્રમિકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દૂર્ઘટનાની જાણ થતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા.

દીવાલ પડવાની દૂર્ઘટનામાં બે શ્રમિકોના અચાનક મોત થતા બંને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.


સુરતમાં પણ દીવાલ પડવાથી શ્રમિકોના મોત થયા હતા

થોડા મહિનાઓ પહેલા સુરતમાં પણ આવી દૂર્ઘટના બની હતી. મોટા વરાછા કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમા કામ કરતા 8 શ્રમિકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. જેમાં 4 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્તકાલિક રેસ્ક્યૂની કામગીરી કરી હતી. વરાછા વિસ્તારમાં અબરામા રોડ પર સિલવાસા પેરેડાઈઝ નામની નવી ઈમારત બની રહી હતી, તેના અંડરગ્રાઉન્ડ પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું. કામગીરી દરમિયાન અચાનક ઈમારતની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો.
Published by: Kaushal Pancholi
First published: September 23, 2021, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading