આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

News18 Gujarati
Updated: March 2, 2021, 5:14 PM IST
આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો
વાંકાનેર નગરપાલિકામાં પણ 28 સીટોમાંથી 24માં ભાજપે જીત મેળવી

વાંકાનેર નગરપાલિકામાં પણ 28 સીટોમાંથી 24માં ભાજપે જીત મેળવી

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની મતદાનની મતગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપે ચોંકાવનારી જીત હાંસલ કરી છે. મોરબી નગરપાલિકામાં તમામ 52 બેઠક પર કેસરિયો લહેરાવ્યો હતો તો વાંકાનેર નગરપાલિકામાં પણ 28 સીટોમાંથી 24માં ભાજપ અને 04 સીટો પર બસપાએ મેદાન માર્યું છે.

માળીયા મી. નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે મોરબી જીલ્લા પંચાયત અને મોરબી, હળવદ, માળીયા મી.,વાંકાનેર, ટંકારા તાલુકા પંચાયત પણ ભાજપે બહુમત હાંસલ કરી કબ્જે કરી છે. જેમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું છે. મોરબી જીલ્લાની પ્રજાએ ભગવો લહેરાવી અને 2015નો બદલો લીધો હોય તેમ કોંગ્રેસને વિરોધપક્ષમાં ઉભા રહેવા પણ મોકો ન આપ્યો હોય તેવા સંજોગો હાલ મોરબીમાં કોંગ્રેસ માટે ઉભા થઇ ગયા છે.

આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી અમિત ચાવડાનું રાજીનામું


મોરબી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાને વોર્ડ 10 માંથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપનો વિજય થયો છે. તો મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન કિશોર ચીખલીયા ભાજપ સાથે જોડાયા હતા. ભાજપે તેમની પત્ની અસ્મિતાબેન કિશોર ચીખલીયાને દહીંસરા ગામેથી ટિકિટ આપી હતી. જેમનો વિજય થયો છે.
Published by: Ashish Goyal
First published: March 2, 2021, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading