રાજકોટ: નરાધમ બાળકીને મંદિરના પંટાગણમાં ખેંચીને લઇ જઇ આચર્યુ દુષ્કર્મ, બૂમોના પાડે એટલે મોંમાં માર્યો ડૂચો


Updated: September 23, 2021, 2:51 PM IST
રાજકોટ: નરાધમ બાળકીને મંદિરના પંટાગણમાં ખેંચીને લઇ જઇ આચર્યુ દુષ્કર્મ, બૂમોના પાડે એટલે મોંમાં માર્યો ડૂચો
પ્રતીકાત્મક તસવીર

Rajkot News: પોલીસે તાત્કાલિક અસરથી આઈપીસીની કલમ 376 તેમજ પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ ગણતરીની કલાકોમા આરોપીની ધરપકડ કરી છે.

  • Share this:
રાજકોટ: જિલ્લામા (Rajkot) વધુ એક વખત દુષ્કર્મનો (rape on minor) બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે મંદિરના પંટાગણમા નરાધમે 11 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હડમતાળા ગામે દુષ્કર્મનો બનાવ સામે આવતા નરાધમ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

સગીરાને જબરદસ્તી બાવળું પકડીને મંદિરમાં લઇ ગયો હતો

આપણા સમાજમા સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામા આવે છે. તેમ છતાં આજે પણ આપણા સભ્ય સમાજમા સ્ત્રી પર થતા અત્યાચારોના બનાવ અટકવાનુ નામ નથી લઈ રહ્યા. ત્યારે વધુ એક વખત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામા દુષ્કર્મનો બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના હડમતાળા ગામે સીમ વિસ્તારમા રહેતી એક સગીરા ખાંડ લેવા બાબતે ગામમા આવી હતી. આ સમયે અજય સંજયભાઈ વાળા નામના શખ્સે તેની પર નજર બગાડી તેનું બાવડુ પકડી તેને મંદિરના પંટાગણમા લઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચરવામા આવ્યુ હતુ.

બૂમો ન પાડે એટલે મોંમાં ડૂમો નાંખી દીધો હતો

દુષ્કર્મ આચરતા સમયે સગીરાનો અવાજ અન્ય કોઈ ન સાંભળી જાય તે માટે સગીરાના મોઢા પર ડુચો મારી દેવામા આવ્યો હતો.  સગીરાએ સમગ્ર બાબત અંગે પરિવારજનોને જણાવ્યુ ત્યારે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

આરોપીની ધરપકડપોલીસે તાત્કાલિક અસરથી આઈપીસીની કલમ 376 તેમજ પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ ગણતરીની કલાકોમા આરોપીની ધરપકડ કરી તેને જેલના સળીયા ગણાવતો કરી દીધો છે. ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને મેડિકલ અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયે આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. તો સાથેજ આરોપીના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે. ત્યારે નામદાર કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા તેની ગુનાના કામે વધુ પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો - રાજકોટ: રિનોવેશનના કામમાં ઘરની દીવાલ ધરાશાયી થતા બે શ્રમિકોના મોત, એક ઇજાગ્રસ્ત

સગીરા સાથે પહેલા પણ દુષ્કર્મનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો હતો

થોડા સમય પહેલા પણ શહેરમાં દુષ્કર્મનો ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો હતો. હોટેલ પાર્ક ઇનમાં છેલ્લા બે માસથી એક સગીરા હોટલમાં રહેતી હોવાની બાતમી મુંબઈના એનજીઓ દ્વારા રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ અને ત્યારબાદ રાજકોટ મહિલા પોલીસને આપવામાં આવી હતી. બાતમીના આધારે હોટલમાંથી 16 વર્ષીય સગીરાનું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સગીરાને હોમ ફોર ગર્લ્સ મૂકવામાં આવી હતી. જ્યાં તેનું કાઉન્સેલિંગ કરી તેનું નામ ઠામ તેમજ તેના પરિવારજનો અંગે વિગત પણ મેળવવામાં આવી હતી. સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે હોટલમાં સંતોષકુમાર હરિસિંગ કુશવાહ નામના શખ્સ દ્વારા વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Published by: Kaushal Pancholi
First published: September 23, 2021, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading