લો બોલો! રાજકોટમાં જાણીતો આઈસ ગોલાવાળો રાત્રી કર્ફ્યૂમાં કરતો હતો હોમ ડિલીવરી, ઝડપાયો 


Updated: April 17, 2021, 8:07 AM IST
લો બોલો! રાજકોટમાં જાણીતો આઈસ ગોલાવાળો રાત્રી કર્ફ્યૂમાં કરતો હતો હોમ ડિલીવરી, ઝડપાયો 
જલારામ ચોક ખાતેથી આઇસ ગોલાની હોમ ડીલેવરી કરવા જતા ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જલારામ ચોક ખાતેથી આઇસ ગોલાની હોમ ડીલેવરી કરવા જતા ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

  • Share this:
રાજકોટ (Rajkot) સહિત મહાનગરોમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યૂ (night curfew) લાદી દેવામાં આવ્યો છે ત્યારે લોકોને ઇમરજન્સી સિવાય બહાર નીકળવાની મનાઈ હોય છે.  રાજકોટ કરફ્યૂ સમય દરમિયાન આઇસ ગોલાની હોમ ડિલિવરી કરતા વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. કર્ફયૂ સમય દરમ્યાન તકદીર આઇસ ગોલાના નામથી ગોલાના પાર્સલ હોમ ડીલેવરી કરવા નીકળેલા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.

મહત્વનું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરી છે જે સબંધે તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઇરસ (COVID-19) ના વધતા સંક્રમણને અટકાવવા ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે તેમજ રાજકોટ શહેરમાં હાલમાં કોરોના મહામારી અનુસંધાને વધતા કોરોના સંક્રમણને અટકાવવાન પોલીસ કમિશ્નર દ્વારા  રાજકોટ શહેરમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અને અધિકૃત/ગેર કાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇ પણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ રાત્રીના કલાક 8થી સવારના 6 વાગ્યા દરમ્યાન રાત્રી કર્ફયુ જાહેર કરાયેલો છે.

કોરોના: દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1,340 લોકોનાં મોત, 57% વસ્તી ઘરોમાં કેદ

આ સબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જે અન્વયે આજે ભક્તિનગર પોલીસ કર્ફયુ જાહેરનામાની અમલવારી કરાવવા સારૂ પેટ્રોલીંગ માં હતા અને ખાનગી બાતમી  હકીકત મળી હતી કે, સહકાર મેઇન રોડ ઉપર આવેલ શ્રીનગર સોસાયટી ખાતે રહેતો અને ભકિતનગર સર્કલ ખાતે તકદીર આઇસ ગોલાના નામથી લારી રાખી વેપાર કરતો ઇસમ કર્ફયુ સમય દરમ્યાન પોતાના રહેણાંક ઘરેથી આઇસ ગોલાના પાર્સલો બનાવી લોકોને હોમ ડીલેવરી કરે છે.

ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન જેમણ મગજના રોગો માટેની નવી ટેકનોલોજીમાં મેળવી નિપુણતા


જે હકીકત આધારે જલારામ ચોક ખાતેથી આઇસ ગોલાની હોમ ડીલેવરી કરવા જતા ઇસમને પકડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગોલા વહેંચનાર જયેશ અરવિંદભાઇ વ્યાસને પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કર્ફયૂ સમય દરમ્યાન તકદીર આઇસ ગોલાના નામથી ગોલાના પાર્સલ હોમ ડીલેવરી કરવા નીકળેલ ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: April 17, 2021, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading