અમદાવાદ: અધિકારી રાજના વિરોધમાં ભાજપ કાઉન્સિલરોના ચેમ્બરમા જ બેસી ધરણાં, મહુડી મંડળે કર્યો નિકાલ


Updated: September 5, 2021, 12:37 AM IST
અમદાવાદ: અધિકારી રાજના વિરોધમાં ભાજપ કાઉન્સિલરોના ચેમ્બરમા જ બેસી ધરણાં, મહુડી મંડળે કર્યો નિકાલ
ભાજપ કાઉનિસલર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાઉન્સિલર અધિકારીની ચેમ્બરમા જ બેસી ધરણા શરૂ કર્યા હતા.

ભાજપના (BJP) ચૂંટાયેલા કાઉન્સિલર (BJP Councilors)અને ધારાસભ્યોનું વહિવટી અધિકારીઓ સાંભળતા નથી હોવાના વિવાદ વચ્ચે આજે અમદાવાદ મહાનગરપાલિકના (Ahmedabad Municipal Corporation) કલાક વન અધિકારી (Forest Officers) અને ચૂંટાયેલા ભાજપ કાઉનિસલર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાઉન્સિલર અધિકારીની ચેમ્બરમા જ બેસી ધરણા શરૂ કર્યા હતા.

  • Share this:
અમદાવાદ:  ભાજપના (BJP) ચૂંટાયેલા કાઉન્સિલર (BJP Councilors)અને ધારાસભ્યોનું વહિવટી અધિકારીઓ સાંભળતા નથી હોવાના વિવાદ વચ્ચે આજે અમદાવાદ મહાનગરપાલિકના (Ahmedabad Municipal Corporation) કલાક વન અધિકારી (Forest Officers) અને ચૂંટાયેલા ભાજપ કાઉનિસલર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાઉન્સિલર અધિકારીની ચેમ્બરમા જ બેસી ધરણા શરૂ કર્યા હતા. ફરી એકવાર અધિકારરાજમો મધુ પુંડો છન છેડાયો છે .

ઘાટલોડિયા વોર્ડ ભાજપના કાઉન્સિલર ત્રણ કાઉન્સિલર જંતિન પટેલ, મનોજ પટેલ અને ભાવના પટેલ નવા પશ્ચિમ ઝોન ઓફિસ બોડકદેવ ખાતે ડેપ્યુટી કમિશનર ઓફિસમાં જ ધરણા પર બેસી ગયા હતા .

એએમસી વોટર કમિટી ચેરમેન અને ઘાટલોડિયા કાઉન્સિલર જંતિન પટેલ જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ ત્રણ વખત થી વોર્ડ સમિતિ સંકલન બેઠકમાં સફાઇ , રોડ રસ્તા , એસ્ટેટ , રખડતા ઢોર મુદે આસિ.કમિશનરે રજૂઆત કરી હોવા છતા કોઇ ઉલ્લુ ન આવતા આજે ડેપ્યુટી કમિશનર સમક્ષ બેઠક કરી હતી . પરંતુ ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણ દ્વારા યોગ્ય જવાબ ન આપતા મામલો ઉગ્ર બન્યો હતો . જંતિન પટેલનો આરોપ હતો કે ડેપ્યુટી કમિશનર સીધો જ અમારા કાઉન્સિલ પર શબ્દોથી એટેક કરવાની શરૂઆત કરી હતી . અને કહ્યું હતુ કે એએમસીના ૨૫ ટકા સ્ટાફ કામ કરતો નથી તો શુ હું ઝાડુ લઇ સફાઇ કરવા રસ્તાઓ પર નિકળુ . ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ પણ કામ નથી કરતા. આવા જવાબ આપી અમને દબાવાનો પ્રયાસ કરાયો છે.

ભાજપ કાઉન્સિલર મનોજ પટેલ જણાવ્યુ હતુ કે અધિકાર અમારી વાત સાંભળે તે પહેલા તો બહાર નિકળી ગયા હતા. ભાજપ કાઉન્સિલર ભાવના પટેલ જણાવ્યુ હતુ કે અધિકાર દ્વારા યોગ્ય જવાબ ચૂટાયેલ પ્રતિનિધિ અપાયો નથી . જે ઘણુ દુખદ કહેવાય અમારી રજૂઆત માત્ર સફાઇની હતી તેમ છતા કામ કરવાના બદલે દબાવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપના કાઉન્સિલરના સમર્થનમાં ઘાટલોડિયા વોર્ડના કાર્યકર્તા પણ પહોંચી ગયા હતા અને અધિકારી વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ વાંચો: હાહાકાર! વડતાલ મંદિરના પાર્ષદે સગીર બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, સોહમ ભગતની ધરપકડ

સમગ્ર ઘટનાની જાણ મોવડી મંડળને થતા ધારાસભ્ય ભુપેનદ્રભાઇ પટેલ , સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ , શહેર પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહ પહોંચી સમગ્ર માલો થાળે આવડ્યો હતો . બંધ બારણે અધિકારી અને ભાજપ વચ્ચે બેઠકમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતુ. ભાજપના નેતા ધર્મેન્દ્રભાઇ શાહે જણાવ્યુ હતુ કે બેઠકમાં સમાધાન થઇ ગયું છે. હવે થી કાઉન્સિલર સાથે દરેક વોર્ડમા ૧૫ દિવસમાં એક વાર ડેપ્યુટી કમિશનર રાઉન્ડ લેશે . અને સંકલન કરી કામો પૂર્ણ કરશે. ભાજપના નેતાઓ જ સ્વિકાર કર્યો હતો કે અધિકારી વચ્ચે સંકલનનો સંપૂર્ણ અભાવ ઉભો થતા કામ થતું નથી.ધારાસભ્ય ભુપેનદ્ર ભાઇ પટેલ જણાવ્યુ હતુ કે હવેથી સંકનલ અભાવ નહી રહે કારણ કે અધિકારી ફિલ્ડ પર જશે. અને કાઉન્સિલર સાથે સંકલન કરી કામ કરશે. એએસમી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે સમગ્ર ઘટનાનો સુખદ અંત આવ્યો છે. કાઉન્સિલરોએ કરેલા ફરિયાદ સીધી અધિકારીઓ સાંભળવાની રહેશે. કાઉન્સિલર અને અધિકાર વચ્ચે સંકલન વધશે
Published by: kuldipsinh barot
First published: September 5, 2021, 12:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading