મોરવા હડફ : 10 માસના ફૂલ જેવા કુમળા બાળકને લઈ આરોગ્ય મહિલા કર્મી બજાવે છે ફરજ


Updated: April 16, 2021, 7:39 PM IST
મોરવા હડફ : 10 માસના ફૂલ જેવા કુમળા બાળકને લઈ આરોગ્ય મહિલા કર્મી બજાવે છે ફરજ
મોરવા હડફ : 10 માસના ફૂલ જેવા કુમળા બાળકને લઈ આરોગ્ય મહિલા કર્મી બજાવે છે ફરજ

કોરોના મહામારીમાં તબીબો સહિત આરોગ્ય કર્મીઓ ખરેખર દેવદૂત સમાન ભૂમિકા ભજવી રહ્યા છે

  • Share this:
રાજેશ જોશી, પંચમહાલ : હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં તબીબો સહિત આરોગ્ય કર્મીઓ ખરેખર દેવદૂત સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ગમે તેવી સ્થિતિમાં ફરજ બજાવી રહ્યા છે. મોરવા હડફ પેટા ચૂંટણીમાં આરોગ્યલક્ષી કામગીરીમાં ફરજ દરમિયાન પોતાના 10 માસના ફૂલ જેવા કુમળા બાળકને લઈ એક મહિલા કામ કરી રહી છે. જ્યારે અન્ય એક મહિલા કર્મી ગર્ભાવસ્થામાં હોવા છતાં ફરજ બજાવી રહી છે.

કોરોના મહામારીના પ્રારંભથી કોરોના સંક્રમિત થયેલા સ્વજન પાસે કોઈ જવા સાહસ કરતું નથી. આવા લોકોના સ્વજનો તબીબો અને આરોગ્ય કર્મીઓ બન્યા છે. હોસ્પિટલ અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં તબીબો-કર્મચારીઓ પોતે કે પોતાના સ્વજનો સંક્રમિત થવાના સહેજ પણ ડર વગર છેલ્લા એક વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ કામગીરીને સમાજ ,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવી છે.

આ પણ વાંચો - રાજકોટ : રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચનાર દેવાંગ મેરની ધરપકડ, જાણો કેટલા રૂપિયા પડાવતો

મુખ્યમંત્રીએ પોતાના રાજ્ય જોગ પ્રવચન દરમિયાન ખડે પગે પોતાની પરવા કર્યા વિના ફરજ બજાવતાં તબીબો અને કર્મચારીઓને ભગવાન સ્વરૂપ ગણાવ્યા હતા. ત્યારે આ વાસ્તવિક દ્રશ્યો મોરવા હડફની વિધાનસભા ચૂંટણીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીની ફરજમાં જોવા મળ્યા છે. મોરવા હડફના મેખર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સીએચઓ તરીકે ફરજ બજાવતા સુમિત્રાબેન બારીયા પોતાના 10 માસના બાળકને સાથે લઈ ફરજ બજાવી રહ્યા છે. પોતાના કર્મના સિદ્ધાંતને વળગી જનતાની ચિંતા કરી રહ્યા છે.

સુમિત્રાબેને જણાવ્યું હતું કે મને બાળક અને પરિવારની ચિંતા તો છે જ પરંતુ ઘરે બાળક કોઈની પાસે રહેતું નથી જેથી ફરજ દરમિયાન બાળકને સાથે જ રાખી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. એવા જ અન્ય એક મહિલા કર્મચારી પણ છે જેઓ ગર્ભવસ્થામાં હોવા છતાં ખડે પગે નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા છે. એક મહિલા કર્મીના ખોળામાં પોતાનો વારસદાર છે અને બીજી મહિલા કર્મીના કુખમાં ભવિષ્યનું વારસદાર ઉછરી રહ્યું છે તેમ છતાં પોતાના કરતાં જનસેવાને પ્રાધાન્ય આપી પોતાના કર્મ અને મળતા વેતનનું પૂરેપુરૂ ઋણ ચૂકવી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: April 16, 2021, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading