વાલીઓ અને શિક્ષકો માટે ફોન બન્યો માથાનો દુઃખાવો: ઓફલાઇન શિક્ષણમાં પણ બાળકોને છે મોબાઈલનું વળગણ


Updated: September 18, 2021, 11:47 AM IST
વાલીઓ અને શિક્ષકો માટે ફોન બન્યો માથાનો દુઃખાવો: ઓફલાઇન શિક્ષણમાં પણ બાળકોને છે મોબાઈલનું વળગણ
પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: શાળામાં મોબાઈલ સાથે વિધાર્થી પકડાય તો વાલીને ફરિયાદની સૂચના સ્કૂલ સંચાલકોએ આપી

  • Share this:
અમદાવાદ: છેલ્લા દોઢ બે વર્ષથીને જે વાલીઓ અને સ્કૂલ શિક્ષકો મોબાઈલ લઈને ભણવા બેસ એવું કહેતા હતા. પરંતુ મોબાઈલ (Online Education on Mobile) સાથે ભણવાની ટેવ હવે વાલીઓ, શાળાના સંચાલકો અને શિક્ષકો માટે માથાનો દુખાવો બની છે. કોરોનાના કેસ (Coronavirus) ઘટતા હવે જ્યારે ફરી શાળાઓમાં ઓફલાઇન એજયુકેશન (Offline Education) શરૂ થયું છે ત્યારે શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો પોતાની સાથે મોબાઈલ લઈને આવતા થઈ ગયા છે. એટલે કે હવે આ બાળકોને મોબાઇલની ટેવ ભુલાવવી શાળાના શિક્ષકો અને વાલીઓ માટે લોઢાના ચણા ચાવવા જેવી હાલત છે.

બાળક સામે લેવાશે કડક પગલા

જોકે, કેટલીક શાળાઓમાં સંચાલકોએ કડક વલણ અપનાવ્યું છે અને મોબાઈલ લઈ આવનાર બાળકની ફરિયાદ સીધી વાલીને કરવાની તેમજ વારંવાર બાળક એ ભૂલ કરે તો તે બાળક સામે કડક પગલાં ભરવાની સૂચના સંચાલકોએ આપી છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓને ઓફલાઇન એજ્યુકેશન માટે શાળાઓના દ્વાર બંધ થઈ ગયા હતા. પરંતુ લગભગ પોણા બે વર્ષ પછી હવે શાળાઓમાં સ્થિતિ રાબેતા મુજબ બની રહી છે. પરંતુ આ રાબેતા મુજબની સ્થિતિ વચ્ચે પણ મોબાઈલ મુસીબત બની રહ્યો છે.

વિદ્યાર્થીઓને  મોબાઈલની ટેવ ભુલાવવી અઘરી બની

કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જે મોબાઈલ આશીર્વાદ રૂપ સાબિત થયો હતો. અને સતત વિધાર્થીઓ અભ્યાસથી છૂટી ન જાય તે માટે મોબાઈલ અને ઓનલાઇન એજ્યુકેશન ઉપયોગી નીવડ્યું હતું.  પણ હવે વિદ્યાર્થીઓને  મોબાઈલની ટેવ ભુલાવવી અઘરી બની છે. જાણે શાળાના શિક્ષકો માટે આ પરીક્ષા પાસ કરવી અઘરી સાબિત થઈ રહી છે. નારણપુરાની એક શાળાના સંચાલકને શાળામાં વિધાર્થીઓ મોબાઈલ લઈને આવતા હોવાનું ધ્યાને આવ્યુ.

આ પણ વાંચો - અમદાવાદના મહત્ત્વના સમાચારોસતત એક અઠવાડિયા સુધી સૂચનાઓ આપવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ મોબાઇલ લઈને આવવાનું બંધ ન થતા આખરે સંચાલકએ ના છૂટકે વાલીઓને ફરિયાદ કરવાની ફરજ પડી. આવી જ કંઈક હાલત રાણીપ વિસ્તારમાં આવેલી શાળાની પણ છે. સંચાલકોનું કહેવું છે કે,   હવે ઓફલાઇન એજ્યુકેશન શરૂ થયું છે તો હવે શાળામાં મોબાઇલની કોઈ જરૂરિયાત નથી. શાળામાં આવ્યા પછી શિસ્ત અને નિયમોનું પાલન જરૂરી છે.  કેટલાક વિદ્યાર્થીઓ શિસ્ત ભૂલી ગયા છે તેઓને ટોકવામા નહિ આવે તો બીજા વિધાર્થી પણ મોબાઈલ લઈને આવતા થઈ જશે. જેથી બાળકોને મોબાઇલની ટેવ છોડાવવી તે જવાબદારી માતાપિતાની છે જેથી આવી ફરિયાદ વાલીઓને કરવામાં આવી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: September 18, 2021, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading