અમદાવાદની હેપી સ્ટ્રીટનું કોરોનાનું ગ્રહણ નવરાત્રીએ કર્યું દૂર, જાણો કેટલા કરોડનો કર્યો ધંધો 


Updated: October 19, 2021, 6:55 AM IST
અમદાવાદની હેપી સ્ટ્રીટનું કોરોનાનું ગ્રહણ નવરાત્રીએ કર્યું દૂર, જાણો કેટલા કરોડનો કર્યો ધંધો 
હેપી સ્ટ્રીટ

Ahedabad News: સ્ટ્રીટમાં ખાણી પીણીની ફૂડવાનને કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધીની મંજૂરી આપી હતી, પણ કરફ્યુના કારણે 11 વાગ્યે બંધ થઇ જાય છે.

  • Share this:
અમદાવાદ : ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા લો ગાર્ડનમાં હેપી સ્ટ્રીટ (Happy Street) ફૂડ બનાવવામાં આવી છે.. જે કોરોનાકાળ બાદ ફરીથી ધમધમી ઊઠ્યું છે. કોર્પાેરેશનનાં તોતિંગ ભાડાં સાથે હેપી સ્ટ્રીટમાં વેપારીઓએ ફૂડવાન (Food Van in happy Street) શરૂ કરી દીધી પરંતુ હજુ ક્યાંકને ક્યાંક કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે જે નવરાત્રિ (Navratri) દરમિયાન ખેલૈયાઓએ દૂર કર્યુ છે.

હેપી સ્ટ્રીટની શરૂઆત થઇ ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધી ફૂડવાન ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જાેકે કોરોનાના કારણે ૧૧.૦૦ વાગ્યા બાદ કરફ્યુ હોવાના કારણે ફૂડવાન બંધ કરી દેવામાં આવે છે. જેને કારણે નવરાત્રીમાં હેપી સ્ટ્રીટના વેપારીઓને સાંજના સાત વાગ્યાથી બિઝનેસ શુરૂ થઈ ગયો હતો. ન્યુઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તમામ વેપારીઓ ને ચિંતા હતી કે, કોર્પોરેશનનું લાખો રૂપિયાનું ભાડું આ વર્ષે કેવી રીતે નીકળશે. જો નવરાત્રીમાં આશરે ૧ કરોડ જેટલો ફૂડ બિઝનેસ થયા બાદ હવે દિવાળી માટે આશા જાગી છે.

નવરાત્રિ અને દિવાળીમાં ખરીદી સાથે ફૂડની મજા

નવરાત્રી દરમિયાન ચણિયાચોળી લેતા ખેલૈયા અને દિવાળીમાં શોપિંગ કરવા માટે નીકળેલા અમદાવાદીઓ ફરીથી હેપી સ્ટ્રીટમાં રોનક લાવી રહ્યા છે. અમદાવાદીઓ ખાણી પીણીના શોખીન પહેલેથી  છે, જેના કારણે મોટાભાગના લોકો રાતે બહાર ખાવાનું પસંદ કરે છે.અમદાવાદ માં શહેરમાં માણેકચોક, લો ગાર્ડન આ બે જગ્યા ખાણી પીણી માટે જાણીતી છે. જાેકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને લો ગાર્ડનની ખાઉગલીને બંધ કરીને અંદાજે આઠ કરોડ રૂપિયાના ખર્ચે હેપી સ્ટ્રીટ બનાવી છે જેનું ઉદ્‌ઘાટન ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું.

અમદાવાદીઓ માટે નવું નજરાણું

હેપી સ્ટ્રીટ શરૂ થતાંની સાથે અમદાવાદીઓને ફરવા માટેનું નવું નજરાણું મળી ગયું. જેનું હેરિટેજ થિમ ઉપર નવિનીકરણ કરવામાં આવ્યું છે. હેપી સ્ટ્રીટ સરખી રીતે શરૂ પણ ન હતી થઈ ત્યારે કોરોનાનું ગ્રહણ તેના ઉપર લાગી ગયું હતું.કોરોનાની માઠી અસર હેપી સ્ટ્રીટ ઉપર પણ ગંભીર રીતે પહોંચી હતી, જેના કારણે હેપી સ્ટ્રીટમાં ઊભા રહેતા ૨૭ ખાણી પીણીના ફૂડવાનના માલિકોને લોકડાઉન દરમિયાન માસિક ભાડું આપવામાં કોર્પાેરેશને મુક્તિ આપી હતી.કેટલું છે ભાડું ? 

હેપી સ્ટ્રીટમાં ફૂડવાન માટે ૭૦,૦૦૦થી લઈને તે ૧.૨૫ લાખ માસિક ભાડું નક્કી થયું છે. આજે પણ સાંજ પડતાં જ લોકોની ભીડ જામવા માંડે છે. જોકે, કોરોનાનું આગમન થતાં ૨૨-૦૩-૨૦૨૦થી લોકડાઉનની જાહેરાત થઇ હતી. જે બાદ હેપી સ્ટ્રીટને વિધિવત પુનઃ શરૂ કરવામાં આવે ત્યાં સુધીનાં ભાડાંને માફ કરવાની ભલામણ દરખાસ્તમાં કરવામાં આવી હતી અને સ્વીકાર પણ થયો હતો.
Published by: Kaushal Pancholi
First published: October 19, 2021, 6:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading