ડીસા: ગામના સરપંચ પર પૂર્વ ડ્રાઇવરે ક્રુરતાપૂર્વક કર્યો હુમલો, ટ્રેક્ટર ચઢાવી મોતને ઘાટ ઉતાર્યા

News18 Gujarati
Updated: September 6, 2021, 8:26 AM IST
ડીસા: ગામના સરપંચ પર પૂર્વ ડ્રાઇવરે ક્રુરતાપૂર્વક કર્યો હુમલો, ટ્રેક્ટર ચઢાવી મોતને ઘાટ ઉતાર્યા
મૃતક સરપંચ રાઠોડ કાંન્તિજી તલજીની ફાઇલ તસવીર

ચરખીવાળુ ટ્રેકટર ઝડપથી ચલાવી સરપંચ રાઠોડ કાંન્તિજી તલજીને કચડી નાંખી આરોપી ફરાર થઇ ગયો હતો.

  • Share this:
ડીસા : તાલુકાના મુડેઠા ગામમાં યુવાન સરપંચ કાંતિજી તલજી રાઠોડને (Kantiji Talji Rathod) એક વ્યક્તિએ ટ્રેકટર વડે ટક્કર મારીને મોતને ઘાટ ઉતારતા ઉશ્કેરાટ ફેલાયો હતો. નોંધનીય છે કે, આ દૂર્ઘટના પાછળ ડ્રાઇવરની (Driver kills sarpanch) નોકરીમાંથી છૂટા કરવાથી થયેલું મનદુખ કારણભૂત માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા ભીલડી પોલીસ (bhildi Police station) કાફલો ગામમાં દોડી આવ્યો હતો. ગામમાં ચાંપતો બદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.

સરપંચ પર ટ્રેક્ટર ચઢાવીને કચડી નાખ્યા હતા

મળતી માહિતી પ્રમાણે, મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.

જે બાદ કોઇ કારણોસર તેમને છૂટા કરવામાં આવ્યા હતા. જેના કારણે મનદુ:ખ થતા શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ પાસે ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી.

આ પણ વાંચો- સાણંદના 'ઠાકોર સાહેબ' જયશિવસિંહજી પંચમહાભૂતમાં વિલીન, શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો

ત્યારબાદ ભારતજી વેલજી રાઠોડના ઘર આગળ સરપંચ અને ગામના દિનેશજી બાબુજી રાઠોડ ઉભા હતા. ત્યારે ચરખીવાળુ ટ્રેકટર નંબર જી.જે. 08. સી.જી.1294 લઇને આવેલા ઇશ્વરજી શાંતિજીને ટ્રેકટર ઊભુ રાખવાનો ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રેકટર ઝડપથી ચલાવી સરપંચ રાઠોડ કાંન્તિજી તલજીપર ટ્રેકટર ચઢાવીને કચડી નાખી ફરાર થઇ ગયો હતો.
આરોપી પૂર્વ ડ્રાઇવરની ફાઇલ તસવીર


અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

મૃતક સરપંચ કાંન્તિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમા પેનલ તબીબો પોસ્ટમોટમ કરાવી પરિવારને મૃતદેહ સોપવામા આવ્યો હતો. જ્યારે સરપંચના મોતથી ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે ગામમાં અનિશ્વિત બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો- અરવલ્લી: પતિએ ઘરકંકાસથી કંટાળીને ત્રણ બાળકોને મારીને ડેમમાં નાંખી દીધા, પોતે કર્યો આપઘાતનો પ્રયાસ

આરોપી જેલના સળિયા પાછળ

પી.એસ.આઇ. પી.એન.જાડેજાએ ઘટના સ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ 302, 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: September 6, 2021, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading