બનાસકાંઠા : વતનની મદદે દાનવીરો, જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડિકલના સાધનોની ભેટ આપી


Updated: May 10, 2021, 3:52 PM IST
બનાસકાંઠા : વતનની મદદે દાનવીરો, જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડિકલના સાધનોની ભેટ આપી
બનાસકાંઠા : વતનની મદદે દાનવીરો, જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડિકલના સાધનોની ભેટ આપી

પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીના સઘન પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ અને મુંબઇમાં વસતા હીરા બજારના ઝવેરીઓની સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન તરફથી જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડીકલના સાધનોની ભેટ મળી

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે. વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વધ્યું છે ત્યારે કોરોનાના આ કપરા સમયમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીના સઘન પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ અને મુંબઇમાં વસતા હીરા બજારના ઝવેરીઓની સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન તરફથી જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડિકલના સાધનોની ભેટ મળી છે. આ મેડીકલ સાધનોમાં રૂ. 11 લાખના એક એવા કુલ-15 વેન્ટિલેટર, 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 10 મલ્ટીપેરા મોનિટર સહિતના અન્ય મેડીકલ સાધનો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે આપવામાં આવ્યાં હતાં.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પાસેથી માહિતી મેળવ્યા પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ મુંબઇના હીરા- ઝવેરી બજારના વેપારીઓને વિનંતી કરી હતી કે વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિંએ બનાસકાંઠા જિલ્લો ખુબ મોટો જિલ્લો છે. તેમની માંગણીને ધ્યાને લઇ મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી નેશલન રિલીફ ફાઉન્ડેશન તરફથી રૂ. 11 લાખના એક એવા કુલ-15 વિપ્રો કંપનીના વેન્ટિલેટર, રૂ. 70 લાખના 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 10 મલ્ટીપેરા મોનિટર સહિત રૂપિયા સવા બે કરોડથી વધુ રકમના મેડીકલ સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે આપ્યા છે.

આ પણ વાંચો - જો તમારી પાસે આ રાજ્યનું રેશન કાર્ડ છે તો મળશે 4000 રૂપિયા, કરોડો લોકોના ખાતામાં આવશે આ મહિને પૈસા

મુંબઇમાં વસતા હીરા બજારના વેપારીઓ પૂર, અછત કે કોરોના જેવી મહામારી કોઇપણ આફત આવે ત્યારે બનાસવાસીઓને મદદરૂપ બન્યાં છે .અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2016માં નડાબેટ ખાતે એસ.આર.કે. ગ્રુપ સુરતની મદદથી બોર્ડર પર મા ભોમની રક્ષા કરતાં બી.એસ.એફ.ના જવાનોને સુવિધા પુરી પાડવા રૂ. 1.50 કરોડના વિવિધ સાધનો આપવામાં આવ્યા હતાં. ભારતના હીરા બજારમાં પાલનપુરવાસીઓનું બહુ મોટું યોગદાન છે. મુંબઇમાં રહેતા પાલનપુરના વતનીઓએ વતનનું ઋણ અદા કરવા માટે સવા બે કરોડની માતબર રકમના વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સન્ટ્રે્ટર, મલ્ટીપેરા મોનિટર સહિતના મેડીકલના સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે મળ્યાં છે.

મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી તરફથી મળેલા મેડીકલના સાધનો જિલ્લાના અંતરીયાળ ગામડા અને જરૂરીયાતમંદ વિસ્તારમાં પહોંચડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી અને જીલ્લા કલેક્ટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના બીજા દાતાઓ પણ દાનની સરવાણી વહાવી રહ્યાં છે. અદાણી ફાઉન્ડેશનની મદદથી થરાદમાં ઓક્સિજન પ્લાજન્ટ નાખવામાં આવશે. ટોરેન્ટ સાથે ટાયપ કરવામાં આવ્યું છે એમના તરફથી બે ઓક્સિજન પ્લાન્ટ મળવાના છે. કોરોના મહામારીના સમયમાં લોકોની સેવા માટે બનાસકાંઠા જિલ્લાના દાતા સમાજ સેવા માટે આગળ આવી રહ્યાં છે તે તમામનો કલેકટરે આભાર વ્યક્ત કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: May 10, 2021, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading