રાજકારણ ગરમાયું! પાટીલ દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનની લ્હાણી બાદ કોંગેસના ધારાસભ્યોએ પણ કરી ઈન્જેકશનની માંગ


Updated: April 11, 2021, 7:17 AM IST
રાજકારણ ગરમાયું! પાટીલ દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનની લ્હાણી બાદ કોંગેસના ધારાસભ્યોએ પણ કરી ઈન્જેકશનની માંગ
ફાઇલ તસવીર

ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા, અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની રેમડેસિવીર ઈન્જેકશની માંગ કરી છે.

  • Share this:
સમગ્ર ગુજરાતમા (Gujarat) કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ચારેય તરફ કોરોનામાં (corona) રાહત આપનારા રેમડેસિવીર ઈન્જેકશનની (remdesivir injection )  કમી છે ત્યારે બીજી તરફ ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ (C.R. Patil) સુરત (Surat) માટે રરેમડેસિવીરના 5000 ઈન્જેકશન લાવ્યા બાદ રાજ્યમાં રાજકારણ (Gujarat Politics) ગરમાયું છે. હવે ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના (Gujarat Congress) ધારાસભ્ય સી.જે.ચાવડા સહિત અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને પત્ર લખી પોતાના મત વિસ્તાર માટે ઈન્જેકશન આપવા વિનંતી કરી છે અને તેના માટે ફી ચૂકવવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

આ ઉપરાંત આ ધારાસભ્યોએ લખ્યું છે કે, જે રીતે ભાજપ પ્રમુખ સી.આર.પાટિલને વ્યવસ્થા કરી આપી, તેવી વ્યવસ્થા અમને પણ કરી આપો. ધારાસભ્યોએ પત્રમાં લખ્યું છે કે,  અમારા મત વિસ્તારમાં કોરોનાના દર્દીઓ તેમજ તેઓના સ્વજનો દ્વારા અમારી પાસે રેમડેસિવીર ઈન્જેકશનની માંગણી કરેે છે. કોરોના સંક્રમણ વધતાં સ્થાનિક હોસ્પિટલોમાં વેઈટિંગ છે. રેમડેસિવીર ઈન્જેકશનની ભયંકર અછત છે. તેથી તેમના મત વિસ્તારના શહેર તેમજ જિલ્લાની જનતા ઈજેક્શન માગવા માટે આવે છે. આથી અમે તાત્કાલિક રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો આપવા માટે વિનંતી કરીએ છીએ.

Good News: ઝાયડસ ફરીથી શરૂ કરશે રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ

આ ઈન્જેક્શનના જથ્થા મુજબ જે ફી આપવાની થતી હોય તે ચૂકવવા અમે તૈયાર છીએ તેવું ધારાસભ્યઓએ પત્રમાં લખ્યું છે. પત્રમાં ધારાસભ્યોએ આગળ લખ્યું છે કે , જે રીતે ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી.આર.પાટિલને 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી છે તેવી વ્યવસ્થા અમને પણ કરી આપો.

ભયાનક સ્થિતિ! 'કોવીડ પહેલાં રોજ 2-3 અંતિમ સંસ્કાર થતાં હતા, હવે એકસાથે સાત સાત થાય છે'
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે અને નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે ઈન્જેક્શનનોનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે તેવી લોકમાંગણી પણ ઊઠી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: April 11, 2021, 7:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading