રાજભવનમાં નવા મંત્રીઓના શપથવિધિની તૈયારી પૂર્ણ, સ્ટેજ પણ તૈયાર, પરંતુ આવતીકાલે યોજાશે સમારોહ

News18 Gujarati
Updated: September 15, 2021, 3:52 PM IST
રાજભવનમાં નવા મંત્રીઓના શપથવિધિની તૈયારી પૂર્ણ, સ્ટેજ પણ તૈયાર, પરંતુ આવતીકાલે યોજાશે સમારોહ
Gujarat Cabinet reshuffle update: શપથવિધિનું સ્ટેજ પણ તૈયાર કરીને શણગારી દેવામાં આવ્યુ હતુ.

Gujarat Cabinet reshuffle update: શપથવિધિનું સ્ટેજ પણ તૈયાર કરીને શણગારી દેવામાં આવ્યુ હતુ.

  • Share this:
ગાંધીનગર: રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) મંત્રીમંડળની શપથવિધિ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ હતી. શપથવિધિ (Gujarat Cabinet Oath Ceremony) માટે આજની એટલે 15મી તારીખના બેનરો મૂકવામાં આવ્યા હતા, સ્ટેજ પણ તૈયાર થઇ ગયુ હતુ. પરંતુ સીએમઓે (Gujarat CMO) આ અંગે જાણકારી આપતા જણાવ્યુ છે કે, નવા મંત્રીમંડળની શપથવિધિ આવતી કાલે એટલે 16મી સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે.

આ અંગે સીએમઓએ માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ 16મી સપ્ટેબર, ગુરૂવારે બપોરે 1.30 કલાકે યોજાવવાની છે. જોકે, ગઇકાલથી મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમ અંગે ભારે અસમંજશની સ્થિતિ સર્જાઇ છે. તમામ અટકળોને વિરામ મળી ગયો છે.

આજની તારીખના શપથવિધિના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા હતા

મંગળવારે મોડી રાતે જ તમામ ધારાસભ્યોને બુધવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર હાજર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જે બાદ અટકળો તેજ બની હતી કે, આજે જ એટલે બુધવારે જ નવા મંત્રીમંડળની શપથવિધિ રાખવામાં આવશે. આ પહેલા મંગળવારે ચર્ચા હતી કે, શપથવિધિ 16મી તારીખેને ગુરૂવારે કરવામાં આવશે. પરંતુ અચાનક જ આ તારીખ બદલીને આજની કરવામાં આવી હતી. રાજભવન બહાર શપથવિધિના બેનરો આજની એટલે 15મી તારીખના લગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા જ તે તમામ બેનરોને ઢાંકી દેવામાં આવી રહ્યા છે. રાજભવન પરના અધિકારીઓ પણ ધીરે ધીરે ત્યાંથી જઇ રહ્યાં છે.   શપથવિધિનું સ્ટેજ પણ તૈયાર કરીને શણગારી દેવામાં આવ્યુ હતુ.

રાજભવન બહાર લગાવવામાં આવ્યા હતા બેનર


નો રિપીટ થિયરીના કારણે નારાજ છે મોટા મંત્રીઓ!

સૂત્રોનું માનીએ તો ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં નો રિપિટ થિયરી (No repeat theory) લગાવાવમાં આવી છે. જેના કારણે અનેક સિનિયર નેતાઓને આ મંત્રીપદ છોડવું પડી શકે છે. જેના કારણે અનેક નેતાઓ નારાજ હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસ સ્થાન ખાલી કરવા સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો - મુખ્યમંત્રી બદલાતા CMOમાં ધરખમ ફેરફાર, પંકજ જોશીને CMના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા

કેટલાક મંત્રીઓ વિજય રૂપાણીને પણ મળ્યાના સમાચાર

નવા મંત્રીમંડળ માટે સ્વર્ણિમ સંકુલમાં સાફસફાઈ થઇ રહ્યાના સમાચાર પણ મળી રહ્યા છે. મંત્રીમંડળની શપથવિધિ ભૂપેન્દ્રસિંહ અને ઈશ્વર પરમારની ઓફિસમાં સફાઈ થઇ રહી છે. અધિકારિક સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે રૂપાણી સરકારના 90 ટકા મંત્રીઓને હટાવીને નવા મંત્રીઓ લાવવામાં આવશે. ફક્ત એક અથવા બે મંત્રી જ એવા હશે જેમને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળશે.

આ વાતને લઈ ગુજરાત ભાજપમાં તણાવ વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહીર, યોગેશ પટેલ વગેરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને ત્યાં તેમની મીટિંગ છે.
Published by: Kaushal Pancholi
First published: September 15, 2021, 2:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading