મહામારીમાં ગુજરાત સરકારની નિષ્ફળતાને કારણે પ્રજાને હાલાકી, કોરોનાથી મોત થનારનાં પરિવારોને 4 લાખ આપો: અમિત ચાવડા


Updated: June 27, 2021, 7:55 AM IST
મહામારીમાં ગુજરાત સરકારની નિષ્ફળતાને કારણે પ્રજાને હાલાકી, કોરોનાથી મોત થનારનાં પરિવારોને 4 લાખ આપો: અમિત ચાવડા
મૃતકનાં પરિવાર સાથે અમિત ચાવડા

સામાન્ય પરિવારને સારવાર દરમિયાન 15 થી 20 લાખનો ખર્ચ થયો, તમામ પુરાવા હોવા છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

  • Share this:
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનાં હડિયોલ,ગઢોડા, કનીયોલ ગામે કોરોના મહામારીમાં અવસાન પામેલ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવશે અને સરકારની નિષ્ફળતાના કારણે પ્રજાએ ભોગવેલી હાલાકી અને સાચી હકીકતો જનતા સમક્ષ બહાર લાવેશે.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામના 32 વર્ષના નવયુવાનો નકુલભાઇ રાજુભાઈ પટેલ અને પરેશકુમાર કાન્તિભાઈ પ્રજાપતિનું કોરોનાને કારણે અવસાન થયું છે.સામાન્ય પરિવારને સારવાર દરમિયાન 15 થી 20 લાખનો ખર્ચ થયો, તમામ પુરાવા હોવા છતા મરણના દાખલામાં કોરોનાથી મૃત્યુ થયું હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. પરિવારજનોનો દુઃખ સાથે આક્રોશ હતો કે, સારવાર માટે લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે અને સરકાર મોતના આંકડા છુપાવે છે. પરિવારને સાંત્વના આપી અને તેઓની રજુઆતને વાચા આપવામાં આવશે.

મૃતકનાં પરિવાર સાથે અમિત ચાવડા


તેમણે વધુમાં જણાવ્યું કે, ભાજપના ભ્રષ્ટ શાસનમાં કોરોના મહામારીમાં લાખો લોકોના મોત, હાડમારી, આર્થિક પાયમાલી, ખેડૂતોની સમસ્યાઓ, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાના અભાવને કારણે જનતામાં આક્રોશ છે.

આજથી ગુજરાતમાં અનેક છૂટછાટ, ફટાફટ જાણી લો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લુંઆગામી સમયમાં જન આંદોલનો અને સંગઠનના કાર્યક્રમો થકી જનસંપર્ક અભિયાનની શરૂઆત અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતીમાં વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મૃતકનાં પરિવાર સાથે અમિત ચાવડા


કોંગ્રેસ પક્ષ દ્વારા ગુગલ પોર્ટલના ઓનલાઇન માધ્યમથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિ બાયોડેટા તૈયાર કરાઇ રહ્યા છે . કોંગ્રેસ પક્ષના માંગ રહી છે કે, મહામારી જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેના પરિવારોને સરકાર સત્ત્વરે ચાર લાખ રૂપિયા સહાય આપવી જોઇએ .

શું કોંગ્રસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે કન્ફ્યૂઝ છે?ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડમિક એટેક અંતર્ગત ભુંકપ કે કોઇ હોનારત થતી હોય છે તો સરકાર ૪ લાખની સહાય જાહેર કરે છે. ત્યારે કોરોના મહામારીના પગલે અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે . આ મહામારી પણ વિશ્વ મહામારી છે . ત્યારે સરકાર દ્વારા ચાર લાખની સહાય જાહેર કરવી જોઇએ
Published by: Kaushal Pancholi
First published: June 27, 2021, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading