ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: કોરોનામાં માતા કે પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકોને પણ મળશે સહાય


Updated: July 27, 2021, 11:34 AM IST
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: કોરોનામાં માતા કે પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકોને પણ મળશે સહાય
સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર

અનેક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે આવા બાળકો માટે રાજ્ય સરકારે (Gujarat Government) સહાયની જાહેરાત પણ કરી છે.

  • Share this:
ગાંધીનગર: વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં  (Corona Pandemic) અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે. આ મહામારીના કારણે ઘણાં બાળકો નિરાધાર થયા છે. જેમાં કેટલાક બાળકોએ માતા પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે. જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે આવા બાળકો માટે રાજ્ય સરકારે (Gujarat Government) સહાયની જાહેરાત પણ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો

માતા કે પિતા, બેમાંથી એકને ગુમાવનાર બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉભા થયા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યસરકાર દ્વારા આવા કપરાકાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે 'મુખ્ય મંત્રી બાળ સેવા યોજના' ની જાહેરાત કરી છે.

આવા બાળકોને માસિક રૂ. ૨,૦૦૦ ની સહાય અપાશે

પરંતુ જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. તેથી આવા એક વાલીવાળા બાળકોને માસિક રૂ. ૨,૦૦૦  ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સહાયની રકમ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચૂકવવાની યોજના સીએમ રુપાણી દ્વારા આગામી બીજી ઓગસ્ટે લોન્ચ થશે.

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા, સોમવારે રાતે લીધા અંતિમ શ્વાસઆવા બાળકોનાં બેંક ખાતા હોવા જરૂરી

આથી આવા એક વાલીવાળા બાળકોના બેક એકાઉન્ટ ખાતા તાત્કાલિક ખોલવા જરૂરી છે. આ માટે જે- તે જિલ્લાના એક વાલી ધરાવતા જે બાળકો છે તેમના બેંક એકાઉન્ટ દિન – ૩માં ખોલાવવાના રહેશે.

આ માટે જિલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોંપી દિન – 3માં બાળકોના ખાતા ખોલાવવા વ્યવસ્થા ગોઠવવા સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના એસીએસ સુનયના તોમરે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર પાઠવ્યો છે.શું તમે સુખી-સંપન્ન હોવા છતાં ખુશ નથી? જાણો રોજકાટનો આ સર્વે અને ઉપચાર

પહેલા કેવી કરી હતી જાહેરાત?

આ પહેલા રાજ્ય સરકારે જાહેર કરેલી યોજનામાં જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળકદીઠ રૂ. 4000ની સહાય અપાશે. તેમ જ અઢાર વર્ષ કે તેથી મોટા બાળકોનો અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં બાળકદીઠ માસિક રૂ. 6000ની સહાય આપવામાં આવશે. આ સાથે જ કોરોનામાં માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભ કોઇપણ જાતની આવક મર્યાદા સિવાય પ્રાયોરિટી ધોરણે આપવામાં આવશે. તેમને વિદેશ અભ્યાસ કરવા જવા માટેની લોન પણ કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય અગ્રતા ધોરણે અપાશે.21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. 6,000ની સહાયનો લાભ મળશે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: July 27, 2021, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading