રાજ્ય સરકારે તબીબ ભરતીની આપી 'હાંસીપાત્ર' જાહેરાત! પસંદગી પામેલા ડોક્ટરોએ સ્ટાફ અને સાધનો સ્વખર્ચે લાવવાનાં રહેશે


Updated: July 28, 2021, 7:09 AM IST
રાજ્ય સરકારે તબીબ ભરતીની આપી 'હાંસીપાત્ર' જાહેરાત! પસંદગી પામેલા ડોક્ટરોએ સ્ટાફ અને સાધનો સ્વખર્ચે લાવવાનાં રહેશે
20 હજાર અને 30 હજાર માસિક વેતનથી તબીબોની ભરતી માટે આપાઈ જાહેરાત. જાહેરાત સાથે સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સ્વખર્ચે લાવવાની શરતો મુકવામાં આવી.

20 હજાર અને 30 હજાર માસિક વેતનથી તબીબોની ભરતી માટે આપાઈ જાહેરાત. જાહેરાત સાથે સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સ્વખર્ચે લાવવાની શરતો મુકવામાં આવી.

  • Share this:
ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકાર મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી (Medical staff recruitment) માટે જાહેરાતો આપી રહી છે. ત્યારે રાજ્યમાં આરોગ્ય સેવા સુધારવા અને ગુજરાતની જનતાને ડોક્ટરો (Doctor) ઉપલબ્ધ થાય તે અંગે ભાજપ સરકારની નીતિ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ (Dr. Manish Doshi) અનેક સવાલો ઉભા કર્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આરોગ્ય સેવા સુધારવા અને ડોક્ટરો ઊપલબ્ધ થાય તે માટે ભાજપ સરકાર પાસે નીતિ જ નથી.રાજ્યના MBBS/ BAMS/ BHMS ડોક્ટરોને માનસન્માન આપવાને બદલે વર્ગ-૩માં ધકેલીને રાજ્ય સરકાર ડોક્ટરોને તબીબી સેવામાં ન જોડાય તેવા કારસા કરી રહી છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા ૬૭ ડોક્ટરોને અર્બન હેલ્થ ક્લિનીકમાં ભરતી માટેની જાહેરાત હાંસીપાત્ર શરતો જોવા મળી છે.ડોક્ટરો સેવામાં જોડાય તો પેરામેડીકલ સ્ટાફ પણ પગાર સાથે ડોક્ટરે આપવાનો રહેશે. આ તે કેવા પ્રકારની શરતો છે ? ડોક્ટરો જે દિવસથી જોડાશે તે દિવસથી જરૂરી તબીબી તપાસના સાધનોની વ્યવસ્થા સ્વખર્ચે તબીબે કરવાની રહેશે. કેવા પ્રકારની શરતો ?

આત્મનિર્ભર ગુજરાતનું અનોખું ઉદાહરણ એટલે અમદાવાદનો અજય મોદી પરિવાર

ડોક્ટરોની ભરતી માટેની શરતો જ દર્શાવે છે કે, ડોક્ટરોની ભરતી કરવામાં ભાજપ શાસિત કોર્પોરેશન / સરકારને રસ જ નથી. કોરોની મહામારીમાં આરોગ્ય સેવાની પોલ ખુલી ગઈ. હોસ્પિટલોમાં બેડ, સારવાર, ડોક્ટરો - પેરામેડીકલ સ્ટાફની મોટા પાયે ઘટ છતાં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ સુધરવાનું નામ લેતો નથી.કોરોનાની મહામારીમાં મોટા પાયે ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છતાં આરોગ્ય વિભાગ તેની નિતિ - નિયત અને નિયમો જ એવા કે કોઈ સરકારી વ્યવસ્થામાં જોડાય જ નહિ. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વાતો કરતી ભાજપા સરકારની આરોગ્ય નીતિ સામે સવાલો.ડોક્ટરો નિમાય નહીં અને આઉટ સોર્સીગના નામે શોષણ કરવાની રાજ્ય સરકારની નીતિ છે.ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર કરવાની જ રાજ્ય સરકારની નીતિ જોવા મળે છે.

રાજ્ય સરકારની જાહેરાત થઇ જેમાં એમ.બી.બી.એસ. ડોક્ટરને 20 હજારમાં નિમવાની જાહેરાત કરવામાં આવે છે. તો મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટ મ.ન.પા એ આપેલ જાહેરાતમાં 30 હજાર માસિક પગારથી નિમણુંક આપવા જાહેરાત કરી છે. જેમાં જે શરતો આપી છે તે હાંસીપાત્ર છે.

સરકારનો મહત્ત્વનો નિર્ણય: કોરોનામાં માતા કે પિતામાંથી કોઈ એકને ગુમાવનાર બાળકોને મળશે સહાયડોક્ટર પોતે પેરા મેડિકલ સ્ટાફ પોતાના ખર્ચે રાખે તેવી જાહેરાતમાં જોગવાઈ કરવામાં આવી છે. તો તબીબી સાધનો પણ સ્વખર્ચે લાવવાની પણ જાહેરાતમાં જોગવાઇ કરવામાં આવી છે.રાજ્ય સરકારની આ નીતિને કારણે ડોક્ટર, પેરા મેડિકલ સ્ટાફની અછત જોવાઇ રહી છે.મનીષ દોશીએ એમ પણ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. કરોડો રૂપિયાથી ખરીદી - ટેન્ડરો - બાંધકામમાં જ આરોગ્ય વિભાગને વિશેષ રસ, પણ ડોક્ટરો, પેરા મેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ MPHWની નિમણુંકોમાં સતત ફાઈલો દબાવીને વિલંબ કરતી ભાજપ સરકાર - આરોગ્ય વિભાગ. કોરોના જેવી મહામારીમાં ટેસ્ટીંગ - ટ્રેકીંગ - ટ્રીટમેન્ટમાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી.
Published by: Kaushal Pancholi
First published: July 28, 2021, 6:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading