અમદાવાદ : નવરાત્રીમાં યુવતીની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આવી છે પોલીસની તૈયારી


Updated: October 4, 2021, 11:30 PM IST
અમદાવાદ : નવરાત્રીમાં યુવતીની છેડતી કરતા રોમિયોની ખેર નથી, આવી છે પોલીસની તૈયારી
મહિલાઓની સુરક્ષા માટે પોલીસે (Police)એક્શન પ્લાન ઘડી દીધો છે

Navratri 2021- શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અપાઈ છે

  • Share this:
અમદાવાદ : કોરોનાનો (Coronavirus)કહેર હવે અંશતઃ ઓછો થઈ ગયો છે. ત્યારે રાજ્ય સરકાર (State Government)દ્વારા આ વર્ષે શેરી ગરબા કરવા માટે મંજૂરી આપી છે. જોકે મહિલાઓની સુરક્ષા માટે પોલીસે (Police)એક્શન પ્લાન ઘડી દીધો છે. એટલે નવરાત્રીમાં (Navratri-2021)રોમિયોગિરી કરનારાની ખેર નથી. પોલીસે ઘરેથી અન્ય જગ્યાઓએ ગરબા ગાવા જતી યુવતીઓને ઘરે તમામ માહિતીઓ આપવા વિનંતી કરી છે તો સાથે જ રોમિયો દ્વારા કરવામાં આવતી છેડતીને ડામવા પોલીસ ચણિયાચોળી જેવો ડ્રેસ પહેરી ખાનગી રાહે વોચ ગોઠવશે તેવી તૈયારી શહેર મહિલા પોલીસે બતાવી છે.

શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી મંજૂરી અપાઈ છે. જ્યારે નવરાત્રીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહીં તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે. ઉપરાંત નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખશે તેવું મહિલા ક્રાઇમના એસીપી મીની જોસેફે જણાવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : જો સામાન્ય શરદી, ખાંસી, તાવ હોય તો પણ ગરબા રમવા બહાર ન નીકળવું, જાણો કેમ?

મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા શેરી ગરબાની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. જો જરૂર જણાશે તો આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરી કરતા રોમિયોને પાઠ ભણાવશે. તો બીજી તરફ પોલીસે પણ યુવતીઓને અપીલ કરી છે કે જ્યારે પણ યુવતીઓ બહાર જાય છે ત્યારે જ્યાં જઈ રહ્યા છે તેની વિગત પરીવારના સભ્યોને આપવી. જીપીએસ એક્ટિવ રાખવું ઉપરાંત કઈ પણ તકલીફ પડે તરત જ 100 નંબર પોલીસ કંટ્રોલ પર જાણ કરવા અપીલ કરાઈ છે.

નવરાત્રીના તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વાર મહિલા પોલીસની ટીમો પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાઓ પર ચણિયાચોળી અને ખાનગી ડ્રેસમાં ફરી છેડતી કરનારા રોમિયોની ધરપકડ કરતી હતી. આ વખતે પણ પોલીસ સોસાયટી, શેરી અને ફ્લેટમાં જઈને આ કામગીરી કરી મહિલાઓની સુરક્ષા પર વધુ ધ્યાન આપશે.
Published by: Ashish Goyal
First published: October 4, 2021, 11:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading