સુરત : વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂપિયાની લેતીદેતીમાં પાડોશીએ જ કર્યું હતું મર્ડર


Updated: September 23, 2021, 3:05 PM IST
સુરત : વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, 500 રૂપિયાની લેતીદેતીમાં પાડોશીએ જ કર્યું હતું મર્ડર
અમરોલી પોલીસે (Amaroli police)હત્યા કરનાર પડોશી યુપીવાસી યુવાનની ધરપકડ કરી

Murder in Surat- સડી ગયેલી હાલતમાં દુર્ગધ મારતી લાશ પાંચેક દિવસ અગાઉ મળી આવી હતી

  • Share this:
સુરત : મોટા વરાછાની (Varachha)નીચલી કોલોનીમાં ભાડાની રૂમમાં રહેતા છત્તીસગઢના વૃદ્ધની ગળે ટૂંપો આપી થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ (Murder distinction resolved) ગયો છે. દારૂની મિજબાની માણી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત વૃદ્ધે ગાળો આપી ઉછીના આપેલા 500 રૂપિયા માંગતા થયેલા ઝઘડામાં હત્યા (Murder)કરી હોવાનું સામે આવ્યું છે. જેથી અમરોલી પોલીસે (Amaroli police)હત્યા કરનાર પડોશી યુપીવાસી યુવાનની ધરપકડ કરી છે.

મોટા વરાછાની નીચલી કોલોનીમાં વીરજી પ્રજાપતિના ભાડાની રૂમ નં. 1માં રહેતા કન્હાઇ રામ સુંદર રામની સડી ગયેલી હાલતમાં દુર્ગધ મારતી લાશ પાંચેક દિવસ અગાઉ મળી આવી હતી. લાશના બંને હાથ કપડાથી બાંધેલા તથા મોઢા પર કપડું બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં કન્હાઇની સોનાની ચેઇન અને મોબાઇલ ગાયબ હતો અને સામાન વેરવિખેર હોવાથી જાણભેદુનો હાથ હોવાની આશંકા હતી. જે અંતર્ગત પડોશની રૂમમાં રહેતા સોનુ જગદીશ ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર ગાયબ હતા. જેથી પોલીસે તેઓની શોધખોળ કરી સોનુ ઠાકુરની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - અમદાવાદઃ 10 વર્ષથી સક્રિય ગેંગને એક જ ઝાટકામાં પોલીસે પુરી કરી નાખી, મેબલો, લાલો, સર્કિટ, કાંચો સામે ગાળિયો કસાયો

આરોપીની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે અઠવાડિયા અગાઉ 500 રૂપિયા ઉછીના લીધા હતા પરંતુ કામ નહીં મળતા પરત આપી શક્યો ન હતો. આ દરમિયાન કન્હાઇ, સોનું ઠાકુર અને તેનો રૂમ પાર્ટનર દારૂ પીવા બેઠા હતા. જયાં દારૂના ચીક્કાર નશામાં ગાળાગાળી કરી કન્હાઈએ ઉછીના આપેલા 500 રૂપિયા માંગતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો - વલસાડ : ધડોઇ ડેમ નજીક નદીમાં પ્રેમી યુગલ ફસાયું, પથ્થર પર એકાંતની પળો માણી રહ્યા હતા

સોનુના રૂમમાંથી દારૂ પી કન્હાઇ તેના રૂમમાં જઇ રહ્યો હતો ત્યારે પાછળ-પાછળ સોનુ ગયો હતો અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી નાખી સોનાની ચેઇન અને મોબાઇલ લઇ લીધા હતા. પરત રૂમમાં જઈ એમપીવાસી રૂમ પાર્ટનરને કન્હાઇને મારી નાખ્યાની વાત કરતા તે ડરી ગયો હતો અને તેઓ વતન ભાગી ગયા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: September 23, 2021, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading