સુરત : મહિનાથી કામ નહીં મળતા ત્રણ રત્નકલાકારે 7 લાખ રૂપિયાના હીરાની લૂંટ કરી


Updated: July 8, 2021, 4:26 PM IST
સુરત : મહિનાથી કામ નહીં મળતા ત્રણ રત્નકલાકારે 7 લાખ રૂપિયાના હીરાની લૂંટ કરી
સુરત : મહિનાથી કામ નહીં મળતા ત્રણ રત્નકલાકારે 7 લાખ રૂપિયાના હીરા લૂંટયા

આરોપીઓ પૈકી બે જણા હીરાના કારીગરો હતા. જોકે હાલમાં ઘણા સમયથી તેઓ બેકાર હતા અને કોઈ કામ ધંધો મળતો નહીં હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો

  • Share this:
સુરત : કતારગામ સ્થિત એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા.લી.માંથી રફ હીરા લઈ જતા મેનેજરને લિફ્ટના ખૂણામાં દબાવી 7 લાખ રૂપિયાના હીરાની લૂંટ કરનાર ત્રણેય રત્નકલાકારની ધરપકડ કરી છે. આ ત્રણેયને મહિનાથી કામ મળતું ન હોવાથી હીરાની લૂંટ કરી હોવાનું કબુલાત કરી હતી. પોલીસે આ તમામ આરોપીને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

કતારગામમાં આવેલ એક હીરાની કંપનીનો કર્મચારી બે દિવસ પહેલા સાત લાખની કિંમતના હીરા લઈન લિફ્ટમાં જઈ રહ્યો હતો. ત્યારે ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ તેનું મોઢું દબાવી સાત લાખના હીરા ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા. આ બનાવને પગલે સક્રિય થયેલી કતારગામ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. તેમજ મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરી દીધી હત્યા, અમેરિકી એજન્ટ બનીને આવ્યા હતા હુમલાખોર

બેકારીને કારણે આરોપીઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યા હતા. કતારગામ પોલીસ સાત લાખના હીરા લૂંટ મામલે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેન્ડ તેમજ આરોપીઓના રહેણાંક વિસ્તારો સહિત ઠેર ઠેર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ગુનાને અંજામ આપનારા આરોપીઓ દિનેશ શંકર ચૌધરી, નાગજી ઈશ્વર ચૌધરી અને જગદીશ કાળું ચૌધરીને કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. તેમજ લૂંટ કરેલો માલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી બે જણા હીરાના કારીગરો હતા. જોકે હાલમાં ઘણા સમયથી તેઓ બેકાર હતા અને કોઈ કામ ધંધો મળતો નહીં હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નંદુ ડોશીની વાડી ખાતે આવેલ એચવીકે ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ નામની હીરાની કંપનીનો કર્મચારી અજય નલિયાપરા મંગળવારે બપોરે 7 લાખ રૂપિયાના હીરા બેગમાં મુકીને પ્રમુખ બિલ્ડિંગમાં આવેલી ઓફિસે ગયો હતો. ત્યારે આરોપીઓ લૂંટીને ભાગી ગયા હતાં.
Published by: Ashish Goyal
First published: July 8, 2021, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading