સુરત : હળાહળ કળિયુગ, પ્રેમીને પામવા યુવતીએ માતા-પિતા અને બે ભાઇઓને ઝેર ખવડાવ્યું


Updated: September 18, 2021, 5:34 PM IST
સુરત : હળાહળ કળિયુગ, પ્રેમીને પામવા યુવતીએ માતા-પિતા અને બે ભાઇઓને ઝેર ખવડાવ્યું
પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ પ્રેમીને પામવા માટે માતા-પિતા સહીત પરિવારનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું (પ્રતિકાત્મક તસવીર)

Surat Crime news- યુવતીએ પરાઠામાં ઘેનની ગોળીઓનો ભૂકો કરી નાખી દીધો હતો, પરાઠા ખવરાવ્યા બાદ યુવતી ઘર છોડીને પ્રેમી સચિન પાસે ભાગી ગઇ

  • Share this:
સુરત : સુરતમાં (Surat)એક યુવતીએ પ્રેમમાં પાગલ બનીને પોતાના માતા-પિતા અને બે ભાઈઓને ઝેર (Poison)ખવડાવવાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને સ્થાનિક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જાકે યુવતીના પિતાએ પ્રેમીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ એકપણ ક્ષણ વિચાર્યા વગર તેના માતા-પિતા તથા બે ભાઇઓને ઝેરી પરાઠા ખવરાવી હત્યાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ (Hospital)ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવતીની માતા હજુ પણ સારવાર હેઠળ છે.

બનાવની વિગત એવી છે કે ડિંડોલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા દીપકભાઇ જગનનાથભાઇ વણઝારા કોન્ટ્રાકટ પર નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની અંજનાબેન તથા 18 વર્ષની પુત્રી અને 19 વર્ષના પુત્ર દર્પણ સાથે અહીં રહે છે. ત્રણ વર્ષ અગાઉ કૃષ્ણકુંજ સોસાયટીમાં જ અશોક મોરે નામનો આધેડ તેના પુત્ર સચિન સાથે રહેતો હતો. આ સમયે યુવતી અને સચિન બંને સંપર્કમાં આવતા યુવતીને માત્ર 15 વર્ષની ઉંમરે સચિન સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આ વાતની જાણ યુવતીના પિતા દીપકભાઇને થઇ જતા તેઓએ પુત્રીને સમજાવી હતી. જેથી જે તે સમયે તેણીએ સચિનને તરછોડી દેવાનો પિતાને વાયદો આપ્યો હતો.

આ પણ વાંચો - પહેલા રૂપાણી રિમોટ કંટ્રોલથી ચાલતા હતા, હવે ભુપેન્દ્ર પટેલ સરકાર આખી રિમોટ કંટ્રોલથી ચાલશે : અમિત ચાવડા

જાકે સમયની સાથે પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ પ્રેમીને પામવા માટે માતા-પિતા સહીત પરિવારનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. યુવતીના પરિવારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે તેમની દીકરી જ તેમના જીવની દુશ્મન બની જશે. ગત તારીખ 12 સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રે યુવતીએ ઘરમાં પરાઠા બનાવ્યા હતા. આ પરાઠામાં તેણે ઘેનની ગોળીઓનો ભૂકો કરી નાખી દીધો હતો. બાદમાં આ પરાઠા તેણીએ પિતા દીપકભાઇ, માતા અંજનાબેન, ભાઇ દર્પણ અને કાકાના16 વર્ષીય પુત્ર મોહીતકુમારને ખવરાવી દેતા તમામને ઝેરની અસર થઇ હતી. ચારેયને ઝેરી પરાઠા ખવરાવ્યા બાદ યુવતી ઘર છોડીને પ્રેમી સચિન પાસે ભાગી ગઇ હતી.

ચારેયને વોમિટ શરુ થઇ હતી. થોડા હોશમાં રહેલા દર્પણે તેના પાડોશીને બોલાવી માતા-પિતાને હોસ્પિટલ ખસેડ્યા હતા અને બંને ભાઇઓ પણ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં માતા-પિતાને દાખલ કરવા પડ્યા હતા. બાદમાં આખી હકીકત સામે આવતા ગતરોજ દીપકભાઇને હોસ્પિટલમાંથી રજા મળતા તેઓએ તેમની પુત્રી, પ્રેમી સચિન અશોક મોરે અને અશોક મોરે (તમામ રહે. પ્લોટ નંબર-161, ગાયત્રી નગર,નવાગામ, ચિંતચોકની પાછળ, ડીંડોલી) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માત્ર ઘેની પદાર્થ ખરાવવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: September 18, 2021, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading