સુરત : મકાઈના ડોડાની આડમાં લવાતો દારૂ ઝડપાયો, રત્નકલાકારની ધરપકડ


Updated: July 29, 2021, 4:57 PM IST
સુરત : મકાઈના ડોડાની આડમાં લવાતો દારૂ ઝડપાયો, રત્નકલાકારની ધરપકડ
સુરત : મકાઈના ડોડાની આડમાં લવાતો દારૂ ઝડપાયો, રત્નકલાકારની ધરપકડ

Surat news- યુવક હીરાના કારખાનામાં કામ કરતો હતો પરંતુ લોકડાઉનમાં કામ ઓછું થતા, આર્થિક મુશ્કેલી પડતાં તેણે દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હતું

  • Share this:
સુરત : મકાઈના ડોડાની આડમાં સેલવાસથી સુરતના( Surat news)કાપોદ્રા સુધી દારૂનો જથ્થો લઈ આવનાર રત્નકલાકારને (Ratna Kalakar) પોલીસે ( Surat Police)ઝડપી લીધો હતો. દારૂનો ધંધો કરવાના ઇરાદે તેના બે મિત્રો સાથે મળીને આ દારૂ સેલવાસથી મંગાવ્યો હતો. બે વખત અલગ અલગ સ્થળ ઉપર આ ટેમ્પો છુપાવી રાખવામાં આવ્યો હતો. ત્રીજી વખત બહાર કાઢકા સમયે પોલીસને પકડવામાં સફળતા મળી હતી.

કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પાસોદરાથી એક સિલ્વર ટેમ્પામાં મકાઈના ડોડાની આડમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ દારૂ અશ્વનિકુમાર રોડથી રૂપાલી સોસાયટી તરફ જવાનો છે. પોલીસે હીરાબાગ કાપોદ્રા પાસે વોચ ગોઠવીને એક સિલ્વર ટેમ્પોને અટકાવ્યો હતો. પોલીસે ડ્રાઇવર કાપોદ્રામાં સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા જીગર સુધીર સાવલીયાની પુછપરછ કરી ટેમ્પોમાં તપાસ કરતા અંદર મકાઇના ડોડા હતા, તેની નીચે પુઠાના બોક્સમાં 1.97 લાખ રૂપિયાની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

આ પણ વાંચો - Video: ચાલું બસમાં પોલીસકર્મીને છેડતી કરવી ભારે પડી, મહિલાએ ચપ્પલથી કરી પિટાઇ

કાપોદ્રા પોલીસે જીગરની પુછપરછ કરતા તેને કહ્યું કે, અમરોલીમાં રહેતા સુરજ ઉર્ફે કાલુ શાહુ તથા સિદ્ધાર્થની સાથે ભેગા મળીને દારૂનો વેપાર શરૂ કર્યો છે. જીગર હીરાના કારખાનામાં કામ કરતો હતો પરંતુ લોકડાઉનમાં કામ ઓછું થયું હતું અને આર્થિક મુશ્કેલી પડતાં તેણે સુરજ, સિદ્ધાર્થની સાથે મળીને દારૂની ખેપ મારવાનું શરૂ કર્યું હતું. સુરજ અને સિદ્ધાર્થે સેલવાસના અમિત નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. આ દારૂ લઇને અમરોલી કોસાડમાં રહેતો રવિ નામનો યુવક આવ્યો હતો. રવિએ આ ટેમ્પોને પાસોદરામાં અવાવરું જગ્યા ઉપર મુકી દીધો હતો અને આ ચાવી જીગરને આપી દીધી હતી. ત્યારબાદ જીગર ટેમ્પો લઇને સુરત આવતો હતો ત્યાં જ કાપોદ્રા પોલીસે તેને પકડી પાડ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જીગરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે જીગરના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
દારૂનાં નશામાં ટેમ્પા ચાલકે રોંગ સાઈડ ટેમ્પો ચાલવી પાંચને અડફેટે લીધા

સુરતના વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં ટેમ્પા ચાલકે રોંગસાઇડ ધરાવતા બે બાળક સહિત પાંચને અડફેટે લીધા હતા. આસપાસના લોકોના ટોળા એકઠા થઇ જતા ટેમ્પા ચાલક ને ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો અને ઈજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પોમાંથી દારૂની પોટલી મળી આવી છે.
Published by: Ashish Goyal
First published: July 29, 2021, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading