સુરત : યુવકે માનસિક બીમાર યુવતીને બનાવી પ્રેગ્નેટ, બળાત્કાર કરવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું


Updated: September 9, 2021, 5:27 PM IST
સુરત : યુવકે માનસિક બીમાર યુવતીને બનાવી પ્રેગ્નેટ, બળાત્કાર કરવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું
પોલીસે ગુનો નોંધીને અબરારને પકડી પાડ્યો

surat crime news -યુવતી માનસિક રીતે અસ્થિર હતી તેની સાથે જે કાંઇ થાય છે તેની જાણ રહેતી ન હતી

  • Share this:
સુરત : લાલગેટમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી માનસિક બીમાર યુવતીને રમકડાના ગોડાઉનમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો (Raped)હતો. આ આખા પ્રકરણમાં ચોંકાવનારી વિગત એ છે કે હવસ સંતોષવા (Rape in Surat)માટે અબરાર નામના યુવાને ગોડાઉન ભાડે રાખીને યુવતીને હવસનો ભોગ બનાવી હતી અને તેને ગર્ભવતી બનાવી હતી.

અઠવા લાઇન્સના હબીબશાહ મજીદની પાછળ રહેતો અબરાર ઉર્ફ રહીમ સલીમ શેખ રિક્ષા હંકારે છે. લાલગેટ વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય યુવતી ઉપર અબરારની દાનત બગડી હતી. આ યુવતી માનસિક રીતે અસ્થિર હતી. તેની સાથે જે કાંઇ થાય છે તેની જાણ રહેતી ન હતી. તેણે આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. ગત મે 2021માં અબરારે યુવતીના હાથ ઉપર પોતાનો મોબાઇલ નંબર લખી દીધો હતો. ત્યારબાદ યુવતી ઘરની બહાર નીકળી ત્યારે તેણીને મોટરસાઇકલ ઉપર બેસાડીને લાલગેટમાં આવેલા એક રમકડાનાગોડાઉનમાં લઇ ગયો હતો. આ ગોડાઉનમાં અબરારે યુવતીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અબરાર ગુમ થઇ ગયો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : 7 કરોડ રૂપિયાની વ્હેલ માછલીની ઉલ્ટીના મામલે થયો ચોંકાવનારો ખુલાસો

ચાર મહિના બાદ આ યુવતીને પેટમાં દુ:ખાવો થયો હતો. પરિવારના સભ્યો તેણીને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં યુવતીનું મેડીકલ ચેકઅપ કરતા તેણીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે યુવતીની માતાએ તેણીને પુછતાં યુવતીએ સમગ્ર બાબત કહી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : ગામડામાં મિલકત માલિકોને મળશે પ્રોપર્ટી કાર્ડ, જાણી લો કઈ રીતે થશે પ્રક્રિયા
બનાવ અંગે લાલગેટ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને અબરારને પકડી પાડ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે યુવતીને પોતાની જાળમાં ફસાવ્યા બાદ અબરારની દાનત બગડી હતી. અબરારે યુવતીની સાથે બળાત્કાર કરવાનું વિચાર્યું હતું. પરંતુ તેની પાસે કોઇ જગ્યા ન હતી. આ માટે અબરાર લાલગેટ વિસ્તારમાં આવેલા એક રમકડાના ગોડાઉનને ભાડે રાખ્યું હતું. થોડા દિવસ માટે ગોડાઉન ભાડે રાખીને ત્યાં યુવતીને લઇ જતો હતો અને બળાત્કાર ગુજારતો હતો. પોતાની હવસ સંતોષાયા બાદ અબરારે માનસિક બીમાર યુવતીને તરછોડી દીધી હતી.
Published by: Ashish Goyal
First published: September 9, 2021, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading