સુરત : મસાજ પાર્લરની આડમાં ચાલતા ફૂટણખાના પર પોલીસના દરોડા, ત્રણ લલના ઝડપાઇ


Updated: July 3, 2021, 5:40 PM IST
સુરત : મસાજ પાર્લરની આડમાં ચાલતા ફૂટણખાના પર પોલીસના દરોડા, ત્રણ લલના ઝડપાઇ
પ્રતિકાત્મક તસવીર

પોલીસે સ્પાની એક કેબીનમાંથી એક લલનાને ડમી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી

  • Share this:
સુરત : સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધાનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કૂટણખાના પર દરોડા પાડ્યા હતા અને ત્રણ લલનાને ઝડપી પાડી કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ મસાજ પાર્લર છેલ્લા 1 વર્ષથી ચાલતું હતું. જોકે પોલીસે આ મસાજ પાર્લરમાં ડમી ગ્રાહક મોકલી આ સમગ્ર રેકેટને ઝડપી પાડ્યું હતું. મસાજના બહાને ગ્રાહક બોલાવીને સંચાલક આ પ્રકારનો ગોરખ ધંધો કરતો હતો. પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં મસાજ પાર્લરની આડમાં અનેક ગોરખ ધંધા ચાલી રહ્યા છે. જોકે સરથાણા પોલીસે મસાજ પાર્લરની આડમાં ચાલતા ફૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. સુરતના સરથાણા સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝાની એક દુકાનમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાના ઉપર સરથાણા પોલીસે છાપો મારી ત્રણ લલનાને ઝડપી પાડી કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

સરથાણા પોલીસે મળેલી બાતમીના આધારે આજે બપોરે સરથાણા સાવલીયા સર્કલ મેરીટોન પ્લાઝાના પાંચમા માળે દુકાન નં.501માં ચાલતા મસાજ પાર્લરમાં ડમી ગ્રાહકને મોકલી રેઇડ કરી હતી. પોલીસે સ્પાની એક કેબીનમાંથી એક લલનાને ડમી ગ્રાહક સાથે કઢંગી હાલતમાં ઝડપી પાડી સ્પામાંથી અન્ય બે લલનાને સોફા ઉપર બેસેલી ઝડપી લીધી હતી. પોલીસે મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું ચલાવતા સંચાલક પારસ પ્રાગજીભાઈ નડીયાપારાને ઝડપી પાડી રોકડા રૂ.1000 અને બે કોન્ડોમ કબ્જે કર્યા હતા.

પોલીસે પારસની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લા એક વર્ષથી દુકાન ભાડે રાખી છે અને તે મસાજના બહાને ગ્રાહકો બોલાવી કે મસાજ માટે આવતા ગ્રાહકો પાસેથી મસાજના રૂ.500 અને શરીરસુખ માણવાના રૂ.1000 લેતો હતો. તેમાંથી માત્ર રૂ.500 તે લલનાઓને આપતો હતો. આ સમગ્ર મામલે પોલીસે આ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Ashish Goyal
First published: July 3, 2021, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading