તાપી: તલવારનાં 15 ઘા મારીને બિલ્ડરની જાહેરમાં કરાઇ નિર્મમ હત્યા, 4 હુમલાખોરો ફરાર

News18 Gujarati
Updated: May 15, 2021, 7:59 AM IST
તાપી: તલવારનાં 15 ઘા મારીને બિલ્ડરની જાહેરમાં કરાઇ નિર્મમ હત્યા, 4 હુમલાખોરો ફરાર
કાર નં.જીજે-5જેપી-2445ના ચાલકે તેમના બાઇકને કારથી ટક્કર મારી હતી. જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા.

કાર નં.જીજે-5જેપી-2445ના ચાલકે તેમના બાઇકને કારથી ટક્કર મારી હતી. જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા.

  • Share this:
તાપી (Tapi) જિલ્લાનાં વ્યારામાં (vyara) શુક્રવારે રાતે આશરે 8 કલાકે નિસિશ શાહ નામના બિલ્ડરની ઘાતકી (builder murder) હત્યા કરવામાં આવી છે. નિસિશ શાહ પોતાની મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન વ્યારાનાં શનિ મંદિર ચારરસ્તા ઉપર કારમાં સવાર ચાર વ્યક્તિઓએ નિસિશ શાહ ઉપર તલવારનાં 15 જેટલા ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જેના કારણે આ લોકો મોટા પ્રમાણમાં એકઠા થઇ ગયા હતા. આ અંગેની માહિતી મળતા જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોંહચી આગળની તપાસ હાથ ધરી છે

જાહેરમાં જ કરી ઘાતકી હત્યા

વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ શાહ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં. ત્યાં કાર નં.જીજે-5જેપી-2445ના ચાલકે તેમના બાઇકને કારથી ટક્કર મારી હતી. જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા.

કોરોનાકાળમાં આ ગુજરાતી વિદ્યાર્થીઓએ બે દર્દીઓની સારવાર એક જ વેન્ટિલેટરથી થઈ શકે તેવું મશીન તૈયાર કર્યું

બચાવવા જતાં તરબૂચનો વેપારી પણ ઇજાગ્રસ્ત

ઉઠવાનો પ્રયત્ન કરે તે પહેલા કારમાં આવેલા ચાર જેટલા માણસોએ તલવારો સાથે ઉતરી તલવારોનાં ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતાં તરબૂચ વેચનાર ગણેશ નામનાં ઈસમને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ આ હુમલાખોરો કારમાં નાસી છૂટ્યાં હતા.વાવાઝોડાની અસર કેટલા જિલ્લામાં થશે, જાણો ક્યાં ક્યાં છે અતિભારે વરસાદની આગાહી

પરિવારમાં આક્રંદ

આ ઘાતકી હત્યાનાં સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા.
તાપી પોલીસે આસપાસનાં તમામ વિસ્તારનાં જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરાવી દીધી હતી.



તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
Published by: Kaushal Pancholi
First published: May 15, 2021, 7:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading