સુરત : મિકેનિકલ એન્જિનિયરની પત્નીએ આપઘાત કર્યો, પતિ ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડા કરતો હતો


Updated: July 28, 2021, 4:09 PM IST
સુરત : મિકેનિકલ એન્જિનિયરની પત્નીએ આપઘાત કર્યો, પતિ ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડા કરતો હતો
આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી

Surat news- હેતલબેને 13 દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો

  • Share this:
સુરત : સુરતના (Surat)કતારગામ વિસ્તારમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર યુવાન પત્નીએ આપઘાત (suicide in Surat)કર્યો છે. પતિ ઝઘડો કરવા સાથે ચારિત્ર્ય અંગે પણ અવાર નવાર શંકા વ્યક્ત કરતો હોવાથી પતિથી કંટાળેલ પરિણીતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના આપઘાત મામલે પિયર પક્ષ દ્વારા સાસરિયા પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

પરિણીતાનો પતિ ચારિત્ર અંગે શંકા કરતા પરિણીતાએ પતિથી કંટાળી આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાના મોટીવડાલ ગામના વતની અને હાલ કતારગામ લલિતા ચોકડી નજીક સંતોષીનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય હેતલબેન હિરેનભાઈ દેવળીયાએ ગતરોજ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો - રાજકોટ : પૂર્વ પત્નીની હત્યાના કેસમાં થયો નવો ખુલાસો, મૃતક મહિલાને હતો 7 માસનો ગર્ભ

મરનાર મહિલા હેતલબેનના પતિ હિરેનભાઈ મિકેનિકલ એન્જિનિયર તરીકે હૈદરાબાદમાં નોકરી કરે છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ઘરેથી જ કામકાજ કરે છે. હેતલબેને 13 દિવસ પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો હતો. હેતલબેનનો પતિ અને સાસરિયા ગેરવર્તણુક કરતા હતા. હિરેનભાઈએ તો હેતલના પરિવારને જણાવ્યું કે તેઓ તેમની દીકરીને અને તેના કરિયાવરને ઘરે લઈ જાય અને તેના બીજા સાથે લગ્ન કરાવી દે. ત્યારબાદ ગતરોજ હિરેનભાઈના પિતા હેતલબેનના પરિવારને ફોન કરીને જણાવ્યું કે તમે તમારી દીકરીને ક્યારે લઈ જશો? ત્યારે પરિવાર કહ્યું કે તેણીની મમ્મી અને નાનો ભાઈ તેમને બપોરના સમયે આવીને લઈ જશે. જ્યારે મમ્મી અને તેમનો નાનો ભાઈ તેમને લેવા ઘરે ગયા ત્યારે હેતલબેન ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણકારી પોલીસે પિયર પક્ષના લોકો કરતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. હેતલબહેનના પરિવારે સાસરિયાના લોકો હેરાન સાથે ત્રાસ આપવાના આક્ષેપની પોલીસમાં ફરિયાદ આપી છે.
Published by: Ashish Goyal
First published: July 28, 2021, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading