પાર્ટ ટાઇમ જોબ કરવાનું વિચારો છો? તો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો જરૂર વાંચો


Updated: May 25, 2022, 3:50 PM IST
પાર્ટ ટાઇમ જોબ કરવાનું વિચારો છો? તો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો જરૂર વાંચો
નકલી નોટો દ્વારા ખરીદેલી વિવિધ વસ્તુઓને વેચી દીધી અને તેના દ્વારા મળેલા પૈસા EDS સેટેલાઇટ નામની આંગડિયા કંપનીમાં મોકલવામાં આવ્યા હતા.

Ahmedabad News: સોનું અને મોબાઇલ ફોન વેચ્યા બાદ તમામ પૈસા કુરિયર સેવા દ્વારા ફરી નેટવર્કમાં મોકલવામાં આવ્યા હતા.

  • Share this:
અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સોમવારે નકલી ચલણી નોટો (Fake Notes)નો પર્દાફાશ કર્યો હતો. જેમાં રૂ. 2000ની 98 નકલી નોટો એટલે કે 1.96 લાખની નોટો જપ્ત કરવાની સાથે પોલીસે એક શખ્સની ધરપકડ (One Arrested) કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર પાસેથી મળેલી વિગતો અનુસાર, આરોપી શખ્સની ઓળખ દિલીપ કેશવાલા (20 વર્ષ) તરીકે થઇ છે, જે એક એન્જીનિયરીંગ સ્ટુડન્ટ છે અને એક કુરિયર દ્વારા તેને નકલી નોટો મળી હતી. જેનો તેણે મોબાઇલ ફોન, સોનું અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. તપાસ કરનાર અધિકારીઓએ કેશવાલા પાસેથી 56 નકલી નોટો જપ્ત કરી હતી. અને બેંકમાંથી 42 નોટો જપ્ત કરી હતી, જ્યાં એક દુકાનદારે આ નોટો બરાબર લાગતા પૈસા જમા કરવામાં આવ્યા હતા.

સોનું અને મોબાઇલ ફોન વેચ્યા બાદ તમામ પૈસા કુરિયર સેવા દ્વારા ફરી નેટવર્કમાં મોકલવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યા અનુસાર, જે અસલી ચલણી નોટો મળી હતી, તે બિટકોઇનના સ્વરૂપમાં આરોપીઓને મોકલવાની હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન કેશવાલાએ પાર્ટ ટાઇમ જોબની શોધમાં ઓનલાઇન પોર્ટલ દ્વારા આ રેકેટમાં સામેલ લોકોના નેટવર્ક સાથે સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “તેને સર્વિસ બોય તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જેને નકલી ભારતીય ચલણી નોટો ઓનલાઇન પોર્ટલ પરથી કુરિયર દ્વારા મોકલવામાં આવશે.”

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાઇ શકે છે 40-50 કિ.મી.ની ઝડપે પવન

તેને આપવામાં આવેલ સૂચનો મુજબ તે નકલી નોટો દ્વારા વિવિધ વસ્તુઓ ખરીદશે, જેથી તે વસ્તુઓ દ્વારા અસલી ચલણી નોટો સરળતાથી મેળવી શકાય. તેણે એક દુકાનમાંથી 13 મોબાઇલ ફોન ખરીદ્યા અને નકલી નોટમાં રૂ. 84,000 હજાર ચૂકવ્યા હતા. જે પૈસા બેંક ઓફ ઇન્ડિયામાં દુકાનદારે જમા કરાવ્યા હતા.નકલી નોટો દ્વારા ખરીદેલી વિવિધ વસ્તુઓને વેચી દીધી અને તેના દ્વારા મળેલા પૈસા EDS સેટેલાઇટ નામની આંગડિયા કંપનીમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, આંગડિયા દ્વારા પૈસા મેળવનાર વ્યક્તિ તેને ક્રિપ્ટોકરન્સીના રૂપમાં મુખ્ય આરોપીને મોકલતો હતો. કેશવાલાની ધરપકડ એક બાતમીના આધારે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: જાણો, શું છે 20-20-20 ફોર્મ્યુલા, જેનાથી આંખ બનશે તેજ અને નંબર ઓછા થશે

પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે એક દુકાનમાંથી 13 મોબાઇલ ફોન ખરીદ્યા હતા અને 84000 રૂપિયા નકલી નોટમાં ચૂકવ્યા હતા. જ્યારે દુકાન માલિકનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે, તેણે બેંક ઓફ ઇન્ડિયામાં નોટો જમા કરાવી છે.

બેંકમાંથી રૂ. 2000ની 42 જેટલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આમ રૂ. 1.96 લાખની ફેસ વેલ્યુની કુલ 98 નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. મુખ્ય આરોપીને પકડવા માટે છ ટીમો બનાવવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: May 25, 2022, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading