Gandhinagar: ગાંધીનગરમાં કોઇ પણ પાર્ટીની હાર જીતમાં યુવા મતદારો નિર્ણાયક બનશે
Updated: November 19, 2022, 8:33 PM IST
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- 13,25,604 મતદારો નોંધાયેલા છે.
Gujarat Assembly Elections 2022: ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં 30 થી 39 વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા 3,33,715 થવા જાય છે. જ્યારે 80 વર્ષથી વધુ વય ધરાવતા 24,270 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગાંધીનગર જિલ્લામાં કુલ પાંચ બેઠકો માણસા, દહેગામ, કલોલ, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણ માટે વોટીંગ થશે. આ પાંચ બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. હાલ આ પાંચેય બેઠકો માટે ત્રણેય પાર્ટીઓ જોર લગાવી રહી છે પરંતુ જીત એને જ મળશે જેના ખોળે યુવા મતદારો જઇને બેસશે. આ વખતે આ બેઠકો પર યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
આ જ રીતે કુલ મતદારોના 1.50 ટકા મતદારો કે જેઓ 18 થી 19 વર્ષની વયજૂથના છે, તેવા આશરે 27,599 મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં સહભાગી બનશે.
ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- 13,25,604 મતદારો નોંધાયેલા છે. ગાંધીનગર જિલ્લામાં મતદાન કરવાની ઉંમરથી એક દાયકા મુજબ જોઇએ તો 30 થી 39 વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા સૌથી વધુ 3,33,715 એટલે કે કુલ મતદારોના 18.18 ટકા હિસ્સો આ વય જૂથમાં સમાવેશ થતા મતદારોનો થાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં સીટી બસ ચાલકે યુવાનને કચડ્યો, જુઓ લાઈવ સીસીટીવી વીડિયો
આ ઉપરાંત 18-19 વર્ષની વય ધરાવતા અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 27,599 છે. જે કુલ મતદારોના 1.50 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે 20 થી 29 વર્ષની વય મર્યાદામાં આવતા મતદારો 2,66,668 છે. જે કુલ મતદારોમાં 14.52 ટકા હિસ્સો ધરાવે છે.
આ જ રીતે 40-49 વર્ષની ઉંમર ધરાવતા મતદારો કુલ મતદાનમાં 14.54 ટકા મતદાનનો હિસ્સો ઘરાવે છે. જેમની સંખ્યા 2,66,995 જેટલી થાય છે. બીજી તરફ 50 થી 59 વર્ષની વય ધરાવતા કુલ 2,08,328 મતદારો કુલ મતદાનમાં 11.35 ટકા હિસ્સો ઘરાવે છે. જ્યારે 60 થી 69 વચ્ચેની વયના 1,33,663 મતદારો અને 70-79 વયના 64,366 મતદારો નોંધાયેલા છે. જેઓ કુલ મતદાનમાં અનુક્રમે 7.28 ટકા અને 3.51 ટકા હિસ્સો ઘરાવે છે. આ સાથે જ 80 વર્ષથી ઉપરની વયના કુલ મતદારો 24,270 છે. જે કુલ મતદાનમાં 1.32 ટકા હિસ્સો ધરાવે છે.
Published by:
rakesh parmar
First published:
November 19, 2022, 8:32 PM IST