ખંભાળિયામાં અમિત શાહ: 'કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું, ભાજપે કામ કર્યા છે'

Local18
Updated: November 21, 2022, 4:56 PM IST
ખંભાળિયામાં અમિત શાહ: 'કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું, ભાજપે કામ કર્યા છે'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Amit Shah in Gujarat : હાલ આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. ત્યારે અમિત શાહે લોકોને ધારાસભ્ય બદલીને જોવાની અપીલ કરી છે.

  • Local18
  • Last Updated: November 21, 2022, 4:56 PM IST
  • Share this:
જામનગર: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે જામખંભાળિયામાં અમિત શાહે જનમેદનીને સંબોધન કર્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, 'કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું. કોંગ્રેસ સત્તામાં નથી તો કઇ રીતે કામ બોલે છે. કામ ભાજપે કર્યા છે કોંગ્રેસે નહીં.'

અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદ ખતમ કર્યો છે.  આ સાથે તેમણે આપ પર પણ પ્રહાર કરતા જણાવ્યુ કે, AAP વાળાને મેઘા પાટકરનું પૂછજો.

ધારાસભ્ય બદલવાની વાત કરીતેમણે ધારાસભ્ય બદલવાની વાત કરતા જણાવ્યુ કે, અહીંથી એકવાર કમળ ખીલવીને મોકલો તો અહીં વિકાસની ધૂણી ધખશે.

બેટ દ્વારકાના દબાણો હટાવવા અંગે અમિત શાહે જણાવ્યુ કે, વર્ષોથી બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હતા. જેને ભુપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવીએ દૂર કર્યા. તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આપણું બેટ દ્વારકા સ્વચ્છ થવું જોઇએ.

બેઠક પર કોંગ્રેસનો કબજો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર ભાજપના વિક્રમ ભાઈ અરજણ ભાઈ માડમનો વિજય થયો. તેમણે 79172 મત મેળવી કાળુભાઈ નારણભાઈ ચાવલાને હરાવ્યા હતા. કાળુભાઈ નારણભાઈ ચાવલાને 68313 મત મળ્યા હતા.  હાલ આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે.આજે ભાજપ, કોંગ્રેસ અને આપનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજાવી રહ્યા છે. આપને જણાવીએ કે, આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધીને મતદારોને સમજાવશે.
Published by: Kaushal Pancholi
First published: November 21, 2022, 1:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading