કોડીનારમાં કોંગ્રેસને મોટો ઝટકો, MLA મોહન વાળાનું રાજીનામું, પૂર્વ ધારાસભ્યે પણ હાથ છોડ્યો


Updated: November 13, 2022, 3:28 PM IST
કોડીનારમાં કોંગ્રેસને મોટો ઝટકો,  MLA મોહન વાળાનું રાજીનામું, પૂર્વ ધારાસભ્યે પણ હાથ છોડ્યો
સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા કોડીનાર કોંગ્રેસમાં ખળભળાટ

Gujarat assembly election 2022: વિધાનસભાની ચૂંટણી ટાણે કોડીનાર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા કોડીનાર કોંગ્રેસમાં ખળભળાટ

  • Share this:
દિનેશ સોલંકી, કોડીનાર: વિધાનસભાની ચૂંટણી ટાણે કોડીનાર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા કોડીનાર કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ ધારસભ્ય અને હાલના ડેલિગેટ સભ્ય, તેમજ સૌરાષ્ટ્ર કારડીયા રાજપૂતના મોભી ધિરસિંહ બારડ અને સીટીંગ ધારાસભ્ય મોહન વાળાનું કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું છે.

સીટીંગ ધારસભ્ય મોહનભાઇ વાળાની ટિકિટ કપાઇ

કોડીનાર કોંગ્રેસમાં જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. સીટીંગ ધારસભ્ય મોહનભાઇ વાળાની ટિકિટ કપાય છે. જેને લઇ કોડીનારના દેવળી ગામે પૂર્વ ધારસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધિરસિંહ બારડના ઘરે કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મોહનભાઈ વાળાએ પોતાનું રાજીનામુ કોંગ્રેસમાંથી આપવાની વાત કરી છે. જોકે, મોહનભાઈ વાળાને કોંગ્રેસે રીપિટ કર્યા હોત તો કોંગ્રેસ માટે આ બેઠક જીતવી સહેલી હતી. પરંતુ જીગ્નેશ મેવાણીની દખલગિરી અને જીદ પકડતા કોંગ્રેસે ચાલુ ધારસભ્યને કાપી અને જીજ્ઞેશ મેવાણીના સમર્થક મહેશ મકવાણાને ટિકિટ આપી હોવાની ચર્ચાને લઈને કોડીનાર કોંગ્રેસમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: ચૂંટણી પહેલા BTPમાં ભારે ડખો! ઝઘડિયાથી કાલે ફોર્મ ભરવાની છોટુભાઈની જાહેરાત

ધિરસિંહ બારડે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો

કોડીનાર કોંગ્રેસના દિગ્ગજ અને પ્રતિષ્ઠ વ્યક્તિ ગણાતા અને જૂના કોંગી નેતા તેમજ પૂર્વ ધારસભ્ય ધિરસિંહ બારડે મોહન વાળાની ટિકિટ કપાતા રાજનીતિમાંથી જ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ધિરસિંહ બારડ છેલ્લા બે દાયકાથી કોંગ્રેસને કોડીનાર વિસ્તારમાં જીવતી રાખી છે. પરંતુ આખરે કોંગ્રેસે તેમની અવગણના કરી જેને લઇને ધિરસિંહ બારડે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો. જોકે, કાર્યકર્તાઓને પોત પોતાની રીતે નિર્ણય કરવા જણાવ્યું છે.

કોડીનાર કોંગ્રેસ માટે હોટ ફેવરિટ અને કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ હવે જ્યારે કોડીનાર કોંગ્રેસમાં કકળાટનો વંટોળ ઊભો થયો છે અને કોડીનાર બેઠક પર કોંગ્રેસે નવા ચહેરા મહેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ સામે જ કોંગી નેતાઓની નારાજગી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે.
Published by: Azhar Patangwala
First published: November 13, 2022, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading