દેવભૂમિ દ્વારકા: પોસ્ટ વિભાગનાં કર્મચારીનું કૌભાંડ, રૂ. 1.55 કરોડની કરી ઉચાપત

News18 Gujarati
Updated: December 2, 2021, 9:47 AM IST
દેવભૂમિ દ્વારકા: પોસ્ટ વિભાગનાં કર્મચારીનું કૌભાંડ, રૂ. 1.55 કરોડની કરી ઉચાપત
કરોડોનું કૌભાંડ (પ્રતિકાત્મક તસવીર)

કલ્યાણપૂર પોલીસનાં જણાવ્યાં અનુસાર, FIR મુજબ આ ફોર્જરીનો ગુનો છે જે કલ્યાણપૂરમાં આવેલી ભાટિયા સબ પોસ્ટમાં બન્યો છે. આ વ્યવહારો જૂન 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન બન્યાં છે. આ સમયમાં જ આરોપી તારક જાધવની પોસ્ટિંગ અહીયાં પોસ્ટલ આસિસ્ટંટ અને ઇન ચાર્જ સબ પોસ્ટ માસ્ટર તરીકે થઇ હતી.

  • Share this:
દેવભૂમિ દ્વારકા: ગુજરાતનાં દેવભૂમિ દ્વારકામાં એક પોસ્ટ ઓફિસનાં કર્મચારીનું મોટુ કૌભાંડ સામે આવ્યું છે. તેણે દ્વારકા જીલ્લાની અલગ અલગ 16 પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાંથી 1.55 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. અને આ મામલે બુધવારે તેનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો-અમદાવાદ :અમે કોરોના વોરિયર નહીં પણ કોરોના લૂઝર્સ હોય એવું લાગે છે- આરોગ્ય કર્મીઓએ ઠાલવી વ્યથા

દેવભૂમિ દ્વારકાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તારક જાધવ નામનાં વ્યક્તિએ સોફ્ટવેર સાથે ચૈડા કરીને આ ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે 16 પોસ્ટ ઓફિસની બ્રાન્ચનાં ખોટા રોકડ વ્યવહાર દર્શાવ્યાં છે. આ મામલે તેનાં વિરુદ્ધ કલ્યાણપૂર તાલુકામાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે તાલુકામાં તે કામ કરતો હતો.

આ પણ વાંચો- અમદાવાદ: આ વર્ષે ચોમાસામાં પડ્યાં 73 ભૂવા, ફક્ત નવાં વાડજનો ભૂવો 38 લાખમાં પૂરાયો

કલ્યાણપૂર પોલીસનાં જણાવ્યાં અનુસાર, FIR મુજબ આ ફોર્જરીનો ગુનો છે જે કલ્યાણપૂરમાં આવેલી ભાટિયા સબ પોસ્ટમાં બન્યો છે. આ વ્યવહારો જૂન 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન બન્યાં છે. આ સમયમાં જ આરોપી તારક જાધવની પોસ્ટિંગ અહીયાં પોસ્ટલ આસિસ્ટંટ અને ઇન ચાર્જ સબ પોસ્ટ માસ્ટર તરીકે થઇ હતી.

આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાંઆ સમયમાં તેણે કૂલ 110 ટ્રાન્જેક્શન કર્યાં છે. જેમાં તેણે 1,55,75,000 રૂપિાયની હેરાફેરી કરી છે. જાધવ વિરુદ્ધ આ મામલે IPCની કલમ સેક્શન 409 (ક્રિમિનલ બ્રાન્ચ ઓફ ટ્રસ્ટ વબાય પબ્લિક સર્વન્ટ)નું ઉલંઘન કરવા માટે લગાવવામાં આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by: Margi Pandya
First published: December 2, 2021, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading