રાજકોટ : માસ્ક ન પહેર્યું તો હવે મળશે ઈ-મેમો, 399 લોકો CCTVમાં ઝડપાયા


Updated: May 27, 2020, 4:20 PM IST
રાજકોટ : માસ્ક ન પહેર્યું તો હવે મળશે ઈ-મેમો, 399 લોકો CCTVમાં ઝડપાયા
વિશ્વ સ્વાસ્થય સંગઠન એટલે કે WHO કહ્યું કે નવી શોધ અને બીમારી અંગે નવી જાણકારી મળ્યા પછી તેમણે આ દિશાનિર્દેશ બનાવ્યા છે. ફેસ માસ્કને બજારમાંથી પણ ખરીદી શકાય છે અને ઘરે પણ બનાવી શકાય છે.

શહેરના રાજમાર્ગો સહિતના સ્થળો પર પોલીસની સાથે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ પણ તેનાત કરવામાં આવ્યો

  • Share this:
રાજકોટ : શહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાનો કડક અમલ મ્યુ. કોર્પોરેશન દ્વારા કરાવામાં આવી રહ્યો છે, અને માસ્ક વગરનાને રૂ.200નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે એટલું જ નહીં હવે તંત્ર દ્વારા માસ્ક વગર નીકળેલા વાહન ચાલકોને દંડ વસુલવા માટે આઇ-વે પ્રોજેકટના સી.સી. ટીવી. કેમેરાની મદદ લઇ અને ઇ-મેમોથી દંડ વસુલવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા રપ દિવસમાં ૩પ૦ જેટલા લોકોને ઇ-મેમોથી દંડ ફટકારાયો છે.

શહેરની ૯ ચેકપોસ્ટ ઉપર માસ્કનું ચેકીંગ થતું હતું પરંતુ લોકડાઉનમાં છુટછાટ બાદ સમગ્ર શહેરમાં આવન-જાવન શરૂ થતા બંધ રસ્તાઓ ખુલી ગયા છે ત્યારે સીસીટીવી કેમેરાની મદદથી માસ્ક વગરનાં લોકોનાં ફોટા પાડીને તેઓનાં ઘરે ઇ-મેમો મોકલીને દંડ વસુલવાનું છેલ્લા રપ દિવસથી ચાલુ કરાયું છે. જેમાં આજ દિન સુધી ૩૯૯ જેટલા ઇ-મેમો મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત માસ્કનો દંડ વસુલવામાં સ્ટાફ અને અરજદારો વચ્ચે રકઝકનાં બનાવો પણ વધ્યા હતાં, જેનાં કારણે કેટલીક ચેક પોસ્ટ ઉપરથી ચેકીંગ સ્ટાફને દુર કરી સીસીટીવી કેમેરામાં ચેક કરીને માસ્કનાં ઇ-મેમો મોકલવાનું શરૂ કરાયું છે.

મહત્વનું છે કે, જે રીતે કોરોનાનો સંક્રમણ અટકાવવા માટે મનપા દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા નો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે અલગ-અલગ ચેકપોસ્ટ ઉપર અને શહેરના રાજમાર્ગો સહિતના સ્થળો પર પોલીસની સાથે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ પણ તેનાત કરવામાં આવ્યો હતો.

મનપાના સ્ટાફ દ્વારા માસ્ક વગર વગરના લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે હવે ઈ મેમો દ્વારા દંડ કરવાના નિર્ણયથી મનપાના સ્ટાફને અન્ય કામગીરીમાં લગાડવામાં આવશે.
Published by: kiran mehta
First published: May 27, 2020, 3:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading