સુરત, રાજકોટ અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત

News18 Gujarati
Updated: March 12, 2021, 10:54 AM IST
સુરત, રાજકોટ અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત
સુરત, જામનગર અને રાજકોટના નવા નિમાયેલા મેયર.

રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવ, જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી અને સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ: મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા અને ભાવનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે રાજકોટ, સુરત અને જામનગર માટે મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે. જામનગરમાં મેયર તરીકે બીનાબેન કોઠારી તો સુરતમાં મેયર પદે હેમાલીબેન બોગવાળાની પસંદગી કરવામાં આવી છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન:

મેયર: પ્રદીપ ડવ

ડે. મેયર: દર્શિતા શાહ
સ્ટે. કમિટીના ચેરમેન: પુષ્કર પટેલ
દંડક: વિનુભાઇ ધવાદંડક: સુરેન્દ્રસિંહ વાળા

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

મેયર: બીનાબેન કોઠારી
ડે. મેયર: તપન પરમાર
દંડક: કેતન ગોસરાની
શાસકપક્ષ નેતા: કુસુમબેન પંડ્યા
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મનીષ કટારીયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

મેયર: હેમાલી બોગવાળા
ડે.મેયર: દિનેશ જોધાની
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન: પરેશ પટેલ
શાસક નેતા: અમિત રાજપૂત
દંડક: રાકેશ માલી

આ પણ વાંચો: 'હું મારા મનથી જિંદગી છોડું છું, કોઈનો વાંક નથી' ચીઠ્ઠી લખી 21 વર્ષીય યુવતીનો આપઘાત

અમદાવાદને મળ્યાં કુંવારા નગર'પતિ'

આ પહેલા અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે.

આ પણ વાંચો: હૈદરાબાદ: સરકારી હૉસ્પિટલમાં 'જળપરી' જેવા બાળકના જન્મથી ડૉક્ટરો અચંબિત

ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયા

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામ પર મહોર વાગી છે.

વડોદરામાં કેયુર રોકડિયા બન્યા મેયર

વડોદરા (Vadodara) મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર (Mayor) તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદા જોશીના નામ પર મહોર વાગી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની ભાજપ મોવડી મંડળે વરણી કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: March 12, 2021, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading