અમદાવાદા બાદ રાજકોટમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત, રૂ.1,000થી લઈ રૂ.5,000 સુધીનો થશે દંડ


Updated: April 12, 2020, 6:18 PM IST
અમદાવાદા બાદ રાજકોટમાં પણ માસ્ક પહેરવું  ફરજિયાત, રૂ.1,000થી લઈ રૂ.5,000 સુધીનો થશે દંડ
ત્યારે હેલ્થલાઇનની ખબર મુજબ લોકો ઘરે માસ્ક ભલે બનાવતા પણ તેને યોગ્ય રીતે પહેરવાની રીત પણ તમને ખબર હોવી જોઇએ. ત્યારે જાણો આ જાણકારી

તારીખ 13 માર્ચ 2020ના સવારે છ વાગ્યાથી રાજકોટમાં જાહેર સ્થળો પર ફરનાર વ્યક્તિ એ માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજકોટ શહેરની હદમાં રહેતા લોકો તેમજ બહારગામથી રાજકોટ શહેરની અંદર પ્રવેશતા લોકોએ પોતાનું મોઢું ઢાંકવુ ફરજિયાત છે.

  • Share this:
રાજકોટઃ અમદાવાદ (Ahmedabad) બાદ હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર (Rajkot municipal corporation) દ્વારા પણ માસ્ક (Mask) ફરજિયાત પહેરવાની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જે જાહેરનામા અંતર્ગત તારીખ 13 માર્ચ 2020ના સવારે છ વાગ્યાથી રાજકોટમાં જાહેર સ્થળો પર ફરનાર વ્યક્તિ એ માસ્ક પહેરવું ફરજિયાત છે. રાજકોટ શહેરની હદમાં રહેતા લોકો તેમજ બહારગામથી રાજકોટ શહેરની અંદર પ્રવેશતા લોકોએ પોતાનું મોઢું ઢાંકવુ ફરજિયાત છે.

જો કોઈ વ્યક્તિ પાસે માસ્ક ન હોય તો તે અન્ય કપડાંથી પણ પોતાનું મોઢું ઢાંકી શકશે. પ્રથમ વખત કોઈ વ્યક્તિ ખુલ્લા મોઢે ઝડપાઈ જશે તો તેને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, ત્યારબાદ ક્રમશઃ તેની પાસેથી રૂપિયા પાંચ હજારનો દંડ વસૂલ કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ દંડ ભરવા માં આનાકાની કરશે તો તેના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-coronavirus: મુખ્યમંત્રી રાહત ફંડમાં આપેલા દાનને CSRમાં નહીં માનવામાં આવે

રાજકોટ મ્યુનિ કમિશ્નરની તસવીર


આવતીકાલથી રાજકોટમાં 6૦ જેટલા સ્થળો પર આ મામલે ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે જંગલેશ્વર વિસ્તાર અંગે વાત કરતાં જણાવ્યું કે જંગલેશ્વર વિસ્તાર ની 16 શેરીને ક્લસ્ટર કોરંતાઈન માં ફેરવવામાં આવી છે. 5750 જેટલા લોકોને કવોરનાતાઈન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-લોકડાઉન વધવું લગભગ નક્કી, નહીં ચાલે ટ્રેન અને ફ્લાઈટો, દેશને ત્રણ ઝોનમાં વહેચાશેઆ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનમાં સગર્ભા માટે આ ડોક્ટર બન્યા 'દેવદૂત', એકપણ રૂપિયો લીધા વગર બચાવ્યો માતા-પુત્રીનો જીવ

જે લોકો પોતાના ઘરે જમવાનું નથી બનાવી શકતા તેમને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જમવાનું પહોંચાડવામાં પણ આવે છે. તો સાથોસાથ લોકોને પણ અપીલ કરી છે, કે જ્યારે પણ આરોગ્ય કર્મચારીઓ આપની સોસાયટીઓમાં આવે તો તેમને આપનો સાથ અને સહકાર આપો તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ આવી છે જો આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ કર્મચારી સાથે કોઈપણ વ્યક્તિ તેની ફરજમાં રૂકાવટ કરશે તો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.
Published by: ankit patel
First published: April 12, 2020, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading