રાજકોટના 'બંટી બબલી': કાકા-ભત્રીજીએ બેન્ક સાથે અનોખી રીતે આચરી છેતરપિંડી


Updated: February 6, 2020, 7:15 PM IST
રાજકોટના 'બંટી બબલી': કાકા-ભત્રીજીએ બેન્ક સાથે અનોખી રીતે આચરી છેતરપિંડી
રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના બી ડિવિઝન પોલીસે ખાનગી બેન્ક સાથે છેતરપિંડી કરેલ આરોપી કાકા ભત્રીજીની ધરપકડ કરી છે

  • Share this:
અત્યાર સુધી બાપ બેટા, મિયાં-બીબી અને લેલા-મજનું છેતરપિંડી કરતા હોય તેવા કિસ્સા અવાર નવાર સામે આવતા રહ્યા છે. ત્યારે રાજકોટમાં તો કંઇક ચોંકાવનારો કિસ્સો જ સામે આવ્યો છે. રાજકોટના બી ડિવિઝન પોલીસે ખાનગી બેન્ક સાથે છેતરપિંડી કરેલ આરોપી કાકા ભત્રીજીની ધરપકડ કરી છે.

બી ડિવિઝન પોલીસને એવી ફરિયાદ મળી હતી કે શહેરના કુવાડવા રોડ પર આવેલી IIFL બેન્કમાં ગોલ્ડ વિભાગમાં વેલ્યુઅર તરીકે કામ કરતી યુવતી પૂજાએ બેન્ક સાથે છેતરપિંડી કરી છે. જેમાં તેણીના કાકા વિશાલભાઈ મોરવાણીયા પણ સામેલ છે. વિશાલ ભાઈ તેમની ભત્રીજી પૂજા મારફત પોતાના ઓળખીતાઓને છ ગોલ્ડ લોન અપાવી હતી. જેમાં બે લોન ધારકોએ નકલી સોનું બેન્કમાં જમા કરાવ્યું હતું. ત્યારે આ કૌભાંડ બેન્કના અન્ય કર્મીઓ સમક્ષ ખુલ્લું પડતાં બેન્ક દ્વારા પૂજાની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનના થાણા અધિકારી વી.જે ફર્નાન્ડીઝ એ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુવાડવા રોડ પર IIFL કંપનીની બ્રાન્ચ આવેલ છે. તેના બ્રાન્ચ મેનેજર રાજેન્દ્રપ્રસાદ પાંડેએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બેંકમાં ગોલ્ડ વેલ્યુઅર તરીકે કામ કરતી પૂજા હસ્તક ગોલ્ડ લોન કરવામાં આવી હતી. જેમાં ગોલ્ડ લેનાર અરજદારોના તેણે આઈડી પ્રૂફ લીધા હતા તે આઇડી પ્રૂફમાં અરજદારના નામ સરનામા તેમજ ચેહરો ન દેખાય તેવા હતા.

આ ઉપરાંત તેણે કંપનીના નિયમ મુજબ દાગીના સાચા છે કે ખોટા તેની તપાસ પણ કરી નહોતી. તો સાથે જ કોઈની સાથે સંકલન સાધ્યા વગર જ અરજદારોને રૂપિયા પણ આપી દીધા હતા. ત્યારે ગત 13 ડિસેમ્બરના રોજ બેન્ક ઓડિટ દરમિયાન સોનુ નકલી નીકળતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
Published by: kiran mehta
First published: February 6, 2020, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading