MP રમેશ ધડુકનો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, રાજકોટમાં DRDOની મદદથી નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગ


Updated: April 25, 2021, 7:04 PM IST
MP રમેશ ધડુકનો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, રાજકોટમાં DRDOની મદદથી નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગ
ફાઈલ તસવીર

રાજકોટમાં વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાત્રી ગુજારવા માટે દર્દીઓના માથા પર નથી હોતી જ્યારે કે ભોજન વગર જ તેમને કેટલાક દિવસો લાંબી લાઈનોમાં વિતાવવા પડે છે.

  • Share this:
રાજકોટઃ રાજકોટ શહેર (Rajkot city) અને જિલ્લામાં છે પ્રકારે સૌરાષ્ટ્ર ભરના (saurashtra) કોરોના સંક્રમિત દર્દીઓ (corona patient) સારવાર લેવા માટે આવી રહ્યા છે. તેના કારણે સરકારી હોઈ કે ખાનગી હોસ્પિટલ તમામની અંદર વેઇટિંગ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં રહેતા પોરબંદરના સાંસદ (Porbandar MP) રમેશભાઈ ધડુકે (Ramesh dhaduk) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને (Union Home Minister Amit Shah) અમદાવાદ અને ગાંધીનગરની માફક ડી. આર. ડી. ઓ નિર્મિત રાજકોટમાં (rajkot) પણ 1000 બેડની કોવિડ હોસ્પિટલ (covid hospital) શરૂ કરવાની માંગ કરી છે.

તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જણાવ્યું છે કે, જે પ્રકારે આપે અમદાવાદમાં 900 બેડ અને ગાંધીનગરમાં બારસો બેડની હોસ્પિટલ ટાટા સન્સ અને ડીઆરડીઓની મદદથી ઉભી કરવામાં આવી છે તે માટે હું આપને અભિનંદન પાઠવું છું. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી રાહત કોષમાં થી ફંડ ની ફાળવણી કરીને જે પ્રકારે ગુજરાત ભરમાં 11 જેટલા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે તે માટે પણ હું આપને અભિનંદન પાઠવું છું.

રમેશ ધડુકે પત્રમાં લખ્યું છે કે અમારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કોરોના મહામારીના કારણે અનેક સરકારી ખાનગી તેમજ નોંધ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આપત્તિ કાળમાં એક થઈને મહામારી નો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

ત્યારે પોરબંદરના સાંસદ તરીકે હું આપને નમ્ર વિનંતી કરું છું કે અમદાવાદ અને ગાંધીનગરની જેમ drdoની સહાયતાથી રાજકોટ શહેરમાં પણ 1000બેડની નવી સ્પેશ્યલ હોસ્પિટલ શરુ કરવામાં આવે. રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું એકમાત્ર એવું શહેર છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓનો યથાયોગ્ય ઈલાજ કરાવવા માટે સૌરાષ્ટ્રના જુદી જુદી જગ્યાએથી લોકો આવે છે.આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

રાજકોટમાં વર્તમાન પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો રાત્રી ગુજારવા માટે દર્દીઓના માથા પર નથી હોતી જ્યારે કે ભોજન વગર જ તેમને કેટલાક દિવસો લાંબી લાઈનોમાં વિતાવવા પડે છે. ત્યારે હું એ તમામ લોકોની ભલાઈ માટે ચિંતિત છું. જેમને પ્રાઇવેટ તથા સરકારી હોસ્પિટલોમાં સારવાર નથી મળી રહી.ત્યારે પોરબંદરના સાંસદ તરીકે તથા સૌરાષ્ટ્ર અને પોરબંદર મત ક્ષેત્રના પીડિત પરિવારો તરફથી હું આપને વિનંતી કરું છું કે ડીઆરડીઓની મદદથી રાજકોટ શહેરમાં 1000 બિલ્ડરની નવી સ્પેશિયલ હોસ્પિટલ જલ્દીથી શરૂ કરવામાં આવે.
Published by: ankit patel
First published: April 25, 2021, 6:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading