સૌરાષ્ટ્રવાસીઓ આનંદો! રાજકોટમાં લોકાર્પણ પૂર્વ જ AIIMS ખાતે શરુ કરાશે OPD


Updated: March 6, 2021, 11:34 PM IST
સૌરાષ્ટ્રવાસીઓ આનંદો! રાજકોટમાં લોકાર્પણ પૂર્વ જ AIIMS ખાતે શરુ કરાશે OPD
અંકિત પોપટ, રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ (saurashtra people) માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં એઇમ્સ હોસ્પિટલનું (aiims hospital) લોકાર્પણ થાય તે પૂર્વે જ એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડીનું કાર્ય (OPD) શરૂ કરવામાં આવશે. જેના કારણે મહિને 25 હજારથી પણ વધુ દર્દીઓ એઇમ્સમાં ઓપીડીનો લાભ લઇ શકશે. 

વર્ષ 2022માં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થાય તે પૂર્વે જ હોસ્પિટલમાં ઓપીડીનો વિભાગ શરુ કરી દેવામાં આવશે. ત્યારે ડિસેમ્બર મહિનાથી દર મહિને 25 હજારથી પણ વધુ દર્દીઓ ઓપીડી શરૂ થતા તબીબી સારવાર મેળવી શકશે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓ (saurashtra people) માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં એઇમ્સ હોસ્પિટલનું (aiims hospital) લોકાર્પણ થાય તે પૂર્વે જ એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડીનું કાર્ય (OPD) શરૂ કરવામાં આવશે. જેના કારણે મહિને 25 હજારથી પણ વધુ દર્દીઓ એઇમ્સમાં ઓપીડીનો લાભ લઇ શકશે.


31 ડિસેમ્બર 2020ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલનું ખાતમુરત કરવામાં આવ્યું હતું. તો સાથે જ ગત 21 ડિસેમ્બર 2020 ના રોજ એઇમ્સ ની મેડિકલ કોલેજનું પ્રથમ સત્ર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


ત્યારે સૌરાષ્ટ્ર વાસીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. વર્ષ 2022માં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થાય તે પૂર્વે જ હોસ્પિટલમાં ઓપીડીનો વિભાગ શરુ કરી દેવામાં આવશે. ત્યારે ડિસેમ્બર મહિનાથી દર મહિને 25 હજારથી પણ વધુ દર્દીઓ ઓપીડી શરૂ થતા તબીબી સારવાર મેળવી શકશે.


એઇમ્સ હોસ્પિટલમાં દર્દીઓને ન માત્ર સારવાર મળશે પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અંતર્ગત જુદી જુદી તબીબી સુવિધા માટે જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તેના કરતાં પણ ન્યુનત્તમ ભાવમાં દર્દીઓને તબીબી સેવા મળી રહેશે. ઓપીડી શરૂ થાય તે પહેલાં જ એમ્સ હોસ્પિટલ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિકસાવવામાં આવશે.


જેથી કરીને નાનામાં નાનો માણસ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધા મેળવી એઇમ્સ હોસ્પિટલ સુધી પહોંચી શકે. તેમજ હોસ્પિટલ તબીબી સારવાર લેવા આવનાર દર્દી તેમજ તેના સગા સંબંધીને પોષણક્ષમ આહાર મળી શકે તે માટે હોસ્પિટલમાં જ કેન્ટીન શરૂ કરવામાં આવશે.


આગામી દિવસોમાં જ્યારે એઇમ્સ હોસ્પિટલ શરૂ થશે ત્યારે લોકો પોતાના મોબાઈલ માંથી જ એપોઇન્ટમેન્ટ મેળવી શકે તે સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. લોકો આંગળીના ટેરવે તબીબી સુવિધા મેળવવા માટે હોસ્પિટલ પહોંચ્યા વગર જ એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
Published by: ankit patel
First published: March 6, 2021, 11:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading