રાજકોટઃ ઇન્ટાગ્રામ ઉપર ફોલોઅર્સ વધારવા વીરપુરના ભાવેશનું કારસ્તાન, આવી રીતે ઝડપાયો


Updated: May 7, 2021, 5:10 PM IST
રાજકોટઃ ઇન્ટાગ્રામ ઉપર ફોલોઅર્સ વધારવા વીરપુરના ભાવેશનું કારસ્તાન, આવી રીતે ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

ફેક એકાઉન્ટ પર તેમની સગીર દીકરીના ફોટા એક બાદ એક અપલોડ કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ તેમની દીકરી બનીને લોકોને કમેન્ટ્સમાં જવાબ પણ આપી રહી છે. 

  • Share this:
રાજકોટઃ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ (rajkot cyber crime) દ્વારા સગીરાના નામે ફેક એકાઉન્ટ (fake account) બનાવનાર વીરપુરના (virpur) શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેરના (rajkot) જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા એક સગીરાના પિતાએ (father) સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જે ફેક એકાઉન્ટ પર તેમની સગીર દીકરીના ફોટા (Daughter photos) એક બાદ એક અપલોડ કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ તેમની દીકરી બનીને લોકોને કમેન્ટ્સમાં જવાબ પણ આપી રહી છે.

ત્યારે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા તેઓએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફેક આઈડી ભાવેશ મકવાણા નામની વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોય તેમજ તેના દ્વારા ઓપરેટીંગ કરવામાં આવી રહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જે બાબતે રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા વીરપુર ખાતેથી ભાવેશ મકવાણા નામના યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે.

સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પી.એસ.આઇ આર. એન. સાંકળીયા અને તેમની ટીમ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા આરોપીએ છેલ્લા આઠ મહિનાથી instagram એપ્લિકેશન વાપરતો હોવાનું જણાવ્યું છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે તેણે આ પ્રકારે સગીરાના નામનું ફેક આઈડી અને તેના ફોટા અપલોડ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

આ પણ વાંચોઃ-બનાસકાંઠાના ગામોમાં કોરોના બ્લાસ્ટઃ 40 ડીગ્રી ગરમીમાં દર્દીઓ દર્દીઓ શાળામાં, ઝાડ નીચે, ટેન્ટમાં સારવાર લેવા મજબૂર

આ પણ વાંચોઃ-એક, બે નહીં, 10 વખત કોરોના નેગેટિવ આવી મહિલા, તો પણ covid-19થી થયું મોતઆ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ સાયબર પોલીસ સ્ટેશન ને એક ફરિયાદ મળી હતી. જે અંતર્ગત રાજકોટની મહિલા સામાજિક કાર્યકરને અજાણ્યા નંબર પરથી બિભત્સ મેસેજ આવ્યો હતો કે, " ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે હું તારો ફ્રેન્ડ છું ".



જાનકી ( નામ બદલાવવામાં આવેલ છે ) નામની મહિલા સામાજિક કાર્યકરે સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કિસ્સામાં ત્રણ જુદા-જુદા મોબાઇલ નંબરના માધ્યમથી રાજકોટની મહિલા સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયા પર બીભત્સ માગણી કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી.
Published by: ankit patel
First published: May 7, 2021, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading