રાજકોટઃ કોન્ટ્રાક્ટર ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરનાર અવલો, ફરદીન અને નૈમિષ ઝડપાયા, પિસ્તોલ- કાર જપ્ત


Updated: May 16, 2021, 8:25 PM IST
રાજકોટઃ કોન્ટ્રાક્ટર ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરનાર અવલો, ફરદીન અને નૈમિષ ઝડપાયા, પિસ્તોલ- કાર જપ્ત
આરોપીઓની તસવીર

આરોપીઓ પૈકી અવેશ ઉર્ફે અવલો નામનો આરોપી ભૂતકાળમાં મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ આર્મ્સ એક્ટ સહિતના જુદા-જુદા 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

  • Share this:
રાજકોટઃ તાજેતરમાં રાજકોટ શહેરમાં (Rajkot city) કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ (Firing on Contractor) કરનાર ત્રણ જેટલા શખ્સોને હથિયાર સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot crime branch) ઝડપી પાડયા છે. પોલીસે (police) પિસ્તોલ અને કાર સહિત કુલ પોણા ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આશરે દોઢ મહિના પૂર્વે ચોટીલા તાલુકાના કુંભારા ગામ પાસે જૂની અદાવતનો ખાર રાખી કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે તે સમયે આ ગુના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

બાંધકામનો વ્યવસાય કરતા ચોટીલાના મનસુર ભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોટી વાડી ખાતે તેઓ જ્યારે પોતાને કન્સ્ટ્રકશન સાઈટ ઉપર હાજર હતા તે દરમિયાન અવેશ ઉર્ફે અવલો તથા તેના સાગ્રીતો ફોર્ચ્યુનર કારમાં આવ્યા હતાં અને ત્યારબાદ મારી ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની જવાનો પ્રયાસ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળી બસ સાથે ભટકાયો

આ પણ વાંચોઃ-આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી એ જણાવ્યું હતું કે, નાસતા ફરતા આરોપીઓ બાબતની હકીકત રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ યુ.બિ. જોગરાણા અને તેમની ટીમને મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનામાં સંડોવાયેલા અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ઘોણીયા, ફરદીન સોઢા અને નૈમિષ ગોહેલ ની ધરપકડ કરી છે.આ પણ વાંચોઃ-અમદાવાદઃ live stunt video, ઓઢવ રીંગ રોડ પર રીક્ષાચાલકે રીક્ષાથી કર્યા 'ધૂમ સ્ટાઈલ સ્ટંટ'

આ પણ વાંચોઃ-મેડિકલ સાયન્સની ચોંકાવનારી ઘટના! સેક્સ વગર 15 વર્ષની કિશોરીની પ્રેગ્નેન્ટ થવાની અવિશ્વનીય કહાની!

પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ 1, ત્રણ જીવતા કારતૂસ swift કાર તેમજ 3 મોબાઈલ ફોન સહિત કુલ 2 લાખ 85 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.આરોપીઓ પૈકી અવેશ ઉર્ફે અવલો નામનો આરોપી ભૂતકાળમાં મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ આર્મ્સ એક્ટ સહિતના જુદા-જુદા 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે કે અન્ય આરોપી સોઢા મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આરોપીઓની તપાસ પૂર્ણ થયેલા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીનો કબજો ચોટીલા પોલીસને સોંપવામાં આવશે.
Published by: ankit patel
First published: May 16, 2021, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading