રાજકોટ: બુધવારે મનપામાં ભાજપ શાસનની છેલ્લી સ્ટેન્ડિંગ બેઠક, વિકાસના અનેક કામોને મળશે લીલીઝંડી


Updated: December 8, 2020, 6:16 PM IST
રાજકોટ: બુધવારે મનપામાં ભાજપ શાસનની છેલ્લી સ્ટેન્ડિંગ બેઠક, વિકાસના અનેક કામોને મળશે લીલીઝંડી
ફાઇલ તસવીર.

નવા ભેળવાયેલા માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા સહિતના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ સહિતની 51 દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડ લીલીઝંડી આપશે.

  • Share this:
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં માત્ર ગણતરીના દિવસો જ ભાજપ શાસનના બાકી રહ્યા છે. કેમ કે 14 ડિસેમ્બરે શાસનની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થશે. આ પૂર્વે આવતીકાલે એટલે કે બુધવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠક સંભવતઃ વર્તમાન ભાજપ શાસિત બોડીની છેલ્લી બેઠક હશે. આ સ્ટેન્ડિંગમાં અનેક કામોને લીલીઝંડી આપવામાં આવશે. જેમાં નવા ભેળવાયેલા માધાપર, મુંજકા, ઘંટેશ્વર, મોટામવા સહિતના વિસ્તારોમાં ટેન્કરથી પાણી વિતરણ સહિતની 51 દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડ લીલીઝંડી આપશે.

આવતીકાલે બપોરે 12 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક યોજાનાર છે. જેમાં 51 દરખાસ્તો એજન્ડામાં છે. આ 51 દરખાસ્તોમાં મહત્ત્વની એવી દરખાસ્તોમાં રાજકોટમાં નવા ભેળવાયેલ વિસ્તારો સહિત પાઇપલાઇન વગરના વિસ્તારોમાં 5થી 12 હજાર લીટર પાણીનું ટેન્કર અને ટ્રેકટરથી વિતરણ કરવા માટે પ્રતિ ફેરા દીઠ રૂ. 696 થી 484 સુધીના ચાર્જથી કોન્ટ્રાકટ મંજૂર કરવાની દરખાસ્ત છે.

તેવી જ રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટમાં સ્વચ્છતાનું ધોરણ ઊંચું લઇ જવા માટે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર સર્વિસીઝ ઇન્કોર્પોરેટેડને કન્સલ્ટન્સી સેવા આપવા માટે 9.70 લાખનો ચાર્જ ચૂકવવા તેમજ લલુડી વોંકડીથી જીનપ્રેસ તરફના રસ્તા પરનું જૂનવાણી નાળું પહોળું બનાવવા અંગેનો 85.44 લાખનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત છે. આ ઉપરાંત વોર્ડ નં. 9 અને 10મા ભુગર્ભ  ગટર ફરીયાદ નિકાલનો કોન્ટ્રાક એસ્ટીમેટના 1.95 ટકા વધુ ભાવથી એટલે કે 16.96 લાખના ભાવથી મંજૂર કરવાની દરખાસ્ત છે.

આ પણ વાંચો: 

મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. 2મા રેસકોર્ષ ખાતે સાયન્સ ભવન, અરવિંદભાઇ મણિયાર ઇન્સ્ટીટયૂટ ઓફ કોમ્પ્યુટર અને પ્રમુખ સ્વામી પ્લેનેટોરીયમને ઇલેકટ્રીફીકેશન વર્ક સહિત રીનોવેશન કરવાના કામે રૂ. 71,00,000નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવેલ છે. આ કામમાં વોટર પ્રુફિંગ, કલરકામ, બારી દરવાજા ફ્રેમ બદલવાનું કામ અને ફલોરિંગ કામ, પ્લમ્બીંગ અને ડ્રેનેજ કામ, લાદી કામ, ઉધઇ ટ્રીટમેન્ટ, પેવીંગ બ્લોક, આરસીસી કામ, ફેબ્રીકેશન કામ, પ્લાસ્ટર કામ વિગેરે કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામનો કોન્ટ્રાકટ એસ્ટીમેટથી 9.99 ટકા રૂ. 44.14 લાખમાં આપવા દરખાસ્ત છે.

આ પણ જુઓ-

સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. 7માં રામનાથપરા ઇન્દીરાબ્રીજ પાસે રા.મ્યુ.કો.ના પ્લોટમાં ફૂલ બજાર બનાવવાના કામે રૂ. 49,05,000નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવેલ છે. આ કામમાં જૂની ગૌશાળાની ઇમારત દુર કરી 990 ચો.મી.માં ગેલ્વેનાઇઝ પતરાના શેડ તેમજ ફુલ વેચાણ માટેના અંદાજીત 86 નંગ થડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામનો કોન્ટ્રાકટ મંજૂર કરવાની દરખાસ્ત ઉપરાંત વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ રોડ, પેવિંગ બ્લોક, કર્મચારીઓને તબીબી સહાય સહિતની 51 દરખાસ્તોનો નિર્ણય લેવાશે.
Published by: Vinod Zankhaliya
First published: December 8, 2020, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading