ગોંડલ ડમીકાંડ : શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિર્ણય સંભળાવે તેવી શક્યતા


Updated: December 19, 2019, 1:56 PM IST
ગોંડલ ડમીકાંડ : શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નિર્ણય સંભળાવે તેવી શક્યતા
અલ્પેશ ઢોલરિયા (ફાઇલ તસવીર)

ગોંડલ બીજેપીના આગેવાન અલ્પેશ ઢોલરિયાના બદલે અન્ય વિદ્યાર્થી પરીક્ષા આપતા ઝડપાયો હતો.

  • Share this:
રાજકોટ : ગોંડલના પરીક્ષા કેન્દ્રમાં ડમી પરીક્ષાર્થીને બેસડાવા મામલે આવતીકાલે (શુક્રવારે) ફેંસલો આવી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે સિન્ડિકેટની બેઠક મળનારી છે. આ બેઠક દરમિયાન ગોંડલના ડમીકાંડ મુદ્દે ચર્ચા થશે. ચર્ચા બાદ આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે.

આ મામલે યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉક્ટર વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, "ગોંડલની કોલેજના સીસીટીવી કબજે લેવામાં આવ્યા છે. આ મામલે અમુક સીસીટીવી ફૂટેજ અંગે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પ્રિન્સિપાલ સહિતના સત્તાધીશોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. દરેકના નિવેદનો અને સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલની સિન્ડિકેટની બેઠકમાં પણ ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરાશે."

નોંધનીય છે કે ગોંડલની એક કોલેજમાં ભાજપના આગેવાન અલ્પેશ ઢોલરિયાને બદલે અન્ય વ્યક્તિ પરીક્ષા આપી રહ્યો હતો. આ અંગેનો પર્દાફાશ કૉંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહેશે કે આવતીકાલે સિન્ડિકેટમાં ગોંડલ ડમીકાંડ મામલે નિર્ણય આવશે કે ભાજપના દબાણ હેઠળ આ પ્રકરણને દબાવી દેવામાં આવશે.

શું હતો બનાવ?

ગોંડલની એક કોલેજમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાના બદલે ડમી વિદ્યાર્થીએ તેનું પેપર લખ્યું હતું. ભાજપના નેતાને બદલે પેપર લખનાર યુવકનું નામ ધર્મેશ હોવાનું સામે આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગોંડલની એમ.બી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં તા.4 ડિસેમ્બરના બપોરે અઢી વાગ્યે શરૂ થયેલી પરીક્ષા દરમિયાન બ્લોક નં. 2 ના સીટ નંબર 152732 પર અલ્પેશ ગોવિંદભાઇ ઢોલરીયાને બદલે અન્ય કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હતો. આ મામલાએ ગરમી પકડ્યા બાદ કોલેજે પોલીસ ફરિયાદ આપી છે. કૉંગ્રેસના સ્થાનિક નેતા ભર્ગરાજસિંહ જાડેજાએ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે બાદમાં સીસીટીવી તપાસવામાં આવતા અલ્પેશના બદલે બીજો વિદ્યાર્થી પરીક્ષી આપી રહ્યાની પુષ્ટિ થઈ હતી.
First published: December 19, 2019, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading