Diabetes Ayurveda Remedy: ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે આ આયુર્વેદિક જડીબુટ્ટીના પાન, જાણો કઈ રીતે કરશો સેવન

News18 Gujarati
Updated: August 12, 2022, 8:58 AM IST
Diabetes Ayurveda Remedy: ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે આ આયુર્વેદિક જડીબુટ્ટીના પાન, જાણો કઈ રીતે કરશો સેવન
ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે આ આયુર્વેદિક જડીબુટ્ટીના પાન

શુગરને કંટ્રોલ કરવામાં આયુર્વેદિક ઔષધિઓ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આજે અહી એક એવી જ જડીબુટ્ટીની વાત કરવાના છીએ જે શુગરના દર્દીઓ માટે સંજીવની બુટ્ટીનું કામ કરે છે (ayurvedic remedy for diabetes).આ ઔષધીય છોડના પાનનું સેવન કરવાથી સુગરને ઝડપથી કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ આયુર્વેદિક જડીબુટ્ટી શુગરને કંટ્રોલ કરવામાં કારગર સાબિત થાય છે.

  • Share this:
ડાયાબિટીસ (Diabetes)એ એક રોગ છે જેમાં લોહીમાં સુગરનું લેવલ (Blood Sugar Level) સામાન્ય રહેવું જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં શુગરનું લેવલ ઓછું કે વધારે ન હોવું જોઈએ. ડાયાબિટીસ મેલીટસ ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનો અભાવ હોય છે. ઇન્સ્યુલિનનું ઓછું ઉત્પાદન લોહીમાં ગ્લુકોઝની માત્રામાં વધારા તરફ દોરી જાય છે. ઇન્સ્યુલિન એ પાચન ગ્રંથિ દ્વારા ઉત્પાદિત હોર્મોનનો એક પ્રકાર છે. તે ખોરાકને એનર્જિમાં કન્વર્ટ કરે છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે, તણાવથી દૂર રહો, શરીરને સક્રિય રાખો, આહાર પર નિયંત્રણ રાખો અને કેટલીક આયુર્વેદિક વનસ્પતિઓ લો. શુગરને કંટ્રોલ કરવામાં આયુર્વેદિક ઔષધિઓ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ગુરમાર એક એવી જડીબુટ્ટી છે જે શુગરના દર્દીઓ માટે સંજીવની બુટ્ટીનું કામ કરે છે (ayurvedic remedy for diabetes). આ ગુરમારના પાનનું સેવન કરવાથી સુગરને ઝડપથી કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ ઔષધિ શુગરને કંટ્રોલ કરવામાં કારગર સાબિત થાય છે.

આ પણ વાંચો: Health care tips heart: લો બ્લડ પ્રેશરને કારણે આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે થોડીક જ વારમાં થઈ જશે BP નોર્મલ

ગુરમાર (Gymnema Sylvestre)જડીબુટ્ટી શું છે?


ગુરમાર એક એવો ઝાડવા છોડ છે જે ભારત સહિત ઘણા દેશોમાં જોવા મળે છે. આ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનું અંગ્રેજીમાં નામ જીમ્નેમા સિલ્વેસ્ટ્રે છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે. ગુરમાર (Gymnema Sylvestre) બજારમાં કેપ્સ્યુલ, પાવડર, જ્યુસ અને અન્ય ઉત્પાદનોના રૂપમાંપણ સરળતાથી મળી રહે છે.

આ રીતે કરે છે કામ

ગુરમારમાં જિમ્નેમિક નામનું એસિડ (gymnemic acid) હોય છે જે શરીરમાં હાજર એંજિયોટેન્સિન, પ્રોટીનની પ્રવૃત્તિને રોકવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લોહીમાં શુગરના લેવલને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે. ગુરમારનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. સ્કિનથી લઈને હ્રદય સુધી પ્રભાવિત કરે છે.

ડાયાબિટીસના દર્દીઓએ ગુરમારનું આ રીતે સેવન કરે:



  • ડાયાબિટીસના દર્દીઓ ગુરમરના પાન ચાવીને તેનું સેવન કરી શકે છે.

  • ગુરમારના પાનનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવો.

  • ગુરમારના પાનનો ઉકાળો બનાવીને પીવો.

  • ગુરમારના પાનનું ચૂર્ણ પાણીમાં મિક્સ કરો.

  • ડાયાબિટીસના દર્દીઓ કેપ્સ્યુલના રૂપમાં ગુરમારનું સેવન કરી શકે છે.


આ પણ વાંચો: Heart Attack and Gas Pain: હાર્ટ એટેક અને ગેસના દુ:ખાવા વચ્ચેના તફાવતને ઓળખો, ભારે પડશે બેદરકારી

જાણી લો ગુરમારના લાભ:


ગુરમારનું સેવન કરવાથી લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેનું સેવન કરવાથી હૃદયના રોગોથી બચી શકાય છે. જે લોકોનું વજન વધારે છે તેઓએ આ ઔષધિ લેવી જોઈએ. આ ઔષધિ વજન નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ગુરમારનું નિયમિત સેવન કરવાથી શરીરની અંદર અને બહાર થતી બળતરા ઓછી થાય છે.
Published by: Rahul Vegda
First published: August 12, 2022, 8:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading