દિવસમાં 2 વાર નહાવાથી ત્વચા અને વાળને થઈ શકે છે મોટું નુકસાન, થશે આ પણ તકલીફ


Updated: October 19, 2021, 6:26 PM IST
દિવસમાં 2 વાર નહાવાથી ત્વચા અને વાળને થઈ શકે છે મોટું નુકસાન, થશે આ પણ તકલીફ
Image-shutterstock.com

સ્વસ્થ રહેવા માટે નિયમિત નહાવું જરૂરી છે. નહાવાથી શરીરની ગંદગી (Dirtyness) દૂર થઈ જાય છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે. અનેક વાર લોકોને સવાલ થાય છે કે દિવસમાં કેટલી વાર નહાવું જોઈએ?

  • Share this:
Bathing And Skin Health: સ્વસ્થ રહેવા માટે નિયમિત નહાવું જરૂરી છે. નહાવાથી શરીરની ગંદગી (Dirtyness) દૂર થઈ જાય છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે. અનેક વાર લોકોને સવાલ થાય છે કે દિવસમાં કેટલી વાર નહાવું જોઈએ? અનેક લોકો માને છે કે દિવસમાં બે વાર નહાવું જરૂરી છે. એક વાર સવારે ઉઠીને અને બીજી વાર રાત્રે સૂતા પહેલા નહાવું જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે, દિવસમાં બે અથવા બેથી વધુ વખત નહાવાથી શરીરને નુકસાન થયા છે. નહાતા સમયે ત્વચા પર વારંવાર કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ત્વચા અને વાળને ખૂબ જ નુકસાન થાય છે. બે વાર નહાવાથી શરીરને કેવી રીતે નુકસાન થાય છે, તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

વાળ ખરાબ થઈ શકે છે

વાળ ધોયા બાદ વાળ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ વારંવાર શેમ્પૂ કરવાથી વાળ ખરાબ થઈ શકે છે. વાળને વારંવાર ધોવાથી વાળ ડ્રાય થઈ જાય છે અને સ્કેલ્પ સૂકાવા લાગે છે. જેના કારણે સ્કેલ્પમાં સીબમ ઉત્પન્ન થવા લાગે છે. દરરોજ વાળ ધોવાથી માથામાં તેલ ઉત્પાદિત થવા લાગે છે, જેના કારણે વાળ એકદમ ચિપચિપ દેખાવા લાગે છે.

ત્વચા ડ્રાય થઈ જાય છે

નિયમિત નહાવું તે સારી આદત છે, પરંતુ સાબુનો વધુ ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાન થાય છે. શાવર જેલ, સાબુ અને ગરમ પાણીથી ત્વચા પરના સારા બેક્ટીરિયા અને આવશ્યક તેલનો નાશ થાય છે. આ સારા બેક્ટીરિયા અને ત્વચામાંથી નીકળતુ તેલ ત્વચાને લાંબા સમય સુધી યંગ અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. ત્વચા નિષ્ણાંત જણાવે છે કે, સપ્તાહમાં 2થી 3 વાર નહાવાથી ખંજવાળ ને ડ્રાય ત્વચાથી રાહત મળે છે.

ડેંડ્રફઅનેક શેમ્પૂ વાળને શાઈની અને ડેંડ્રફ ફ્રી બનાવવાનો દાવો કરે છે. વધુ પડતો શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળ ખરાબ થઈ શકે છે. વારંવાર વાળ ધોવાથી સ્કલ્પમાં ખંજવાળ આવવા લાગે છે અને બળતરા થવા લાગે છે. જેનાથી વાળમાં ડેંડ્રફની સમસ્યા થવા લાગે છે અને વાળ ખરવા લાગે છે.

ત્વચા વધુ સંવેદનશીલ બની શકે છે

સારા બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ગરમ પાણીથી નહાવાથી ત્વચા પરના કીટાણુ દૂર થાય છે અને શરીર સ્વચ્છ રહે છે અને સારા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે. વારંવાર નહાવાથી ત્વચાના માઈક્રોબોમને પરેશાની થવા લાગે છે, જેના કારણે શરીર પર બળતરા થાય છે. જેનાથી ત્વચા રૂક્ષ અને લાલ લાલ થઈ જાય છે. જેનાથી ત્વચા વધુ સેન્સિટીવ બને છે.

આ પણ વાંચો: પુરુષો આ પ્રકારની સ્ત્રીઓ સાથે ક્યારેય લગ્ન કરવા નથી માંગતા, જાણો કેમ

વાળમાં સ્ટાઈલ કરવી મુશ્કેલ બની જાય છે

શાવર કર્યા બાદ વાળને બ્લો ડ્રાઈ કરવાથી ખૂબ જ સુંદર લુક મળી શકે છે. નિયમિતરૂપે આ પ્રકારે કરવાથી વાળ ખરાબ થઈ જાય છે. ઉપરાંત વારંવાર વાળ ધોવાથી વાળ ડ્રાઈ થઈ જાય છે અને તૂટવા લાગે છે. વાળમાં આ પ્રકારની સમસ્યા થવાને કારણે વાળ નબળા પડી જાય છે અને વાળને ઓળી શકાતા નથી ઉપરાંત સ્ટાઈલ કરવી પણ મુશ્કેલ થઈ જાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by: kuldipsinh barot
First published: October 19, 2021, 6:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading