Girls Fashion Tips : સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવા માટે આ ફેશન ટીપ્સ ફોલો કરો


Updated: July 30, 2021, 11:57 PM IST
Girls Fashion Tips : સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવા માટે આ ફેશન ટીપ્સ ફોલો કરો
પ્રતિકાત્મક તસવીર

Girls Fashion Tips: યુવતીઓ સમયાંતરે તેમના વોર્ડરોબને અપડેટ કરતી રહે છે, પરંતુ ઘણીવાર સારુ કલેક્શન હોવા છતાં તેમને ફેશન મામલે સંતોષ થતો નથી. યુવતીઓ લુક બદલવા માટે એક્સપરિમેન્ટ કરતી ના હોવાથી તેમને ઘણી વાર તેમના કલેક્શન માટે સંતોષ થતો નથી.

  • Share this:
Girls Fashion Tips For Stylish And Glamorous Look: યુવા વર્ગ ટ્રેન્ડને ફોલો કરવાનું વધુ પસંદ કરે છે. યુવક અને યુવતીઓને ફેશન (Fashion), સ્ટાઈલ (Style) અને ગ્લેમર વધુ આકર્ષિત કરે છે. યુવતીઓ સમયાંતરે તેમના વોર્ડરોબને અપડેટ કરતી રહે છે, પરંતુ ઘણીવાર સારુ કલેક્શન હોવા છતાં તેમને ફેશન મામલે સંતોષ થતો નથી. યુવતીઓ લુક (Look) બદલવા માટે એક્સપરિમેન્ટ કરતી ના હોવાથી તેમને ઘણી વાર તેમના કલેક્શન માટે સંતોષ થતો નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ગ્લેમરસ અને ફેશનેબલ લુક માટે ટ્રાય કરો આ ટીપ્સ (Tips). આ સિંપલ ટીપ્સની મદદથી તમે સરળતાથી સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક મેળવી શકો છો.

બેલ્ટ્સનો આ પ્રકારે ઉપયોગ કરો
જો તમે નોર્મલ ડ્રેસ સાથે બેલ્ટનો ઉપયોગ કરો છો તો તે તમારા લુકને બોલ્ડ બનાવશે. તમારા વોર્ડરોબમાં હંમેશા બેલ્ટ રાખવા જોઈએ. આ બેલ્ટ તમે રેગ્યુલર જીન્સ અને ટી-શર્ટ ઉપર પહેરી શકો છો. તમે મેક્સી ડ્રેસ પર પણ બેલ્ટ પહેરી શકો છો જેનાથી તમને ગ્લેમરસ અને બોલ્ડ લુક મળશે.

બોયફ્રેન્ડ જીન્સનો ટ્રેન્ડ
જો તમે કેઝ્યુઅલ અને સ્ટાઈલિશ લુક મેળવવા ઈચ્છો છો તો બોયફ્રેન્ડ જીન્સનો ટ્રાય કરો. બોયફ્રેન્ડ જીન્સ બોડી ફિટિંગ ટોપ સાથે પહેરી શકો છો. ક્રોપ શર્ટ સાથે બોયફ્રેન્ડ જીન્સ પહેરવાથી વધુ સ્ટાઈલિશ લુક આવશે. તમે તેની સાથે બ્રાઈડેડ બેલ્ટ કેરી કરી શકો છો. આ જીન્સને થોડુ હાઈ વેસ્ટ પર પહેરવું જોઈએ.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈઆ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

એવરગ્રીન ડેનિમ જેકેટ
રેગ્યુલર ડ્રેસ સાથે ડેનિમ જેકેટ પહેરવાથી સ્ટાઈલિશ લુક મળે છે. ઈન્ડિયન ડ્રેસ, સ્લિટ કુર્તી, લોન્ગ કુર્તી અથવા અન્ય પેટર્નવાળી કુર્તી સાથે ડેનિમ જેકેટ પહેરવાથી તમને એકદમ ગ્લેમરસ લુક મળે છે. તમે ટી-શર્ટ અને જીન્સ સાથે ડેનિમ જેકેટ પહેરી શકો છો.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ગીર સોમનાથના ઉનામાં ઊંઘતી બે બાળકીઓને સાપે ડંખ માર્યો, બે બહેનોના મોતથી પરિવાર શોકાતુર

પ્લાઝો પેન્ટ
અત્યારે પ્લાઝો પેન્ટનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમે વેસ્ટર્ન ટોપ અથવા ઈન્ડિયન કુર્તી સાથે પ્લાઝો પેન્ટ પહેરી શકો છો. ફોર્મલ અને ઈનફોર્મલ પ્રસંગે પણ પ્લાઝો પેન્ટ પહેરી શકાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: July 30, 2021, 11:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading