પ્રેગનન્સીમાં ભૂલથી પણ આ ફ્રૂટનો એક કટકો ના નાંખતા મોઢામાં, નહીં તો મિસકેરેજ....
Updated: November 26, 2022, 12:47 PM IST
પ્રેગનન્સીમાં આ વસ્તુ ખાવાથી નુકસાન
pregnancy tips: પ્રેગનન્સી એક એવો સમય છે જેમાં ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે. આ સમયમાં ખાવા-પીવાની બાબતોમાં ખૂબ ધ્યાન રાખવુ પડે છે. પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે જે તમારે પ્રેગનન્સીમાં ખાવી જોઇએ નહીં.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સીમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું અનેક રીતે ધ્યાન રાખવું પડે છે. પ્રેગનન્સી એક એવો સમયગાળો છે જેમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આ સમયમાં ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન વધારે રાખવુ પડે છે. તમે પ્રેગનન્સીમાં જેટલું ખાવા-પીવાનું ધ્યાન જેટલું વઘારે રાખો છો એટલો બાળકનો વિકાસ ગર્ભમાં સારો થાય છે. આ માટે ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરો જેનાથી બાળકને અનેક રીતે ફાયદો થાય. આ માટે ડાયટમાં પ્રોટીન, કેલ્શિયમ, ફેટ, ફાઇબર, વિટામીન અને મિનરલ્સની માત્રા પર્યાપ્ત હોય. પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે પ્રેગનન્સીમાં ઘણી વસ્તુઓ એવી છે જે તમારે ખાવાનું ઇગ્નોર કરવુ જોઇએ.
આ પણ વાંચો: શું પિસ્તા ખાવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે?
પપૈયુ
હેલ્થ એક્સપર્ટ અનુસાર ગર્ભવતી મહિલાઓએ ક્યારે પણ પ્રેગનન્સીના સમયમાં પપૈયુ ખાવુ જોઇએ નહીં. આ સમયે પપૈયુ ખાવી મિસકેરેજ થવાના ચાન્સિસ વધી જાય છે. ઘણી વાર પિરીયડ્સ ના આવે ત્યારે ડોક્ટર પપૈયુ ખાવાની સલાહ આપતા હોય છે.
કાચા ઇંડા
ગર્ભવતી મહિલાઓએ ક્યારે પણ કાચા ઇંડા ખાવા જોઇએ નહીં. કાચા ઇંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયા હોય છે જે શરીરમાં પ્રવેશ કર્યા પછી ઉલટી, પેટમાં દુખાવો થવો, તાવ આવવા જેવી અનેક સમસ્યાઓ વધી જાય છે. આ સાથે જ કાચા ઇંડા ખાવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઇ શકે છે.
આ પણ વાંચો: વજન ઘટવાથી લઇને આ બીમારીઓ છૂ કરે છે ચણાનું પાણી
કાચુ માંસ
ગર્ભવતી મહિલાઓએ ક્યારે પણ કાચુ માંસ ખાવુ જોઇએ નહીં. આ રીતના માંસમાં બેક્ટેરિયા હોય છે જે ગર્ભવતી અને ભ્રુણ એમ બન્ને નુકસાન પહોંચાડે છે.
ચીઝ
ગર્ભવતી મહિલાઓએ બર્ગર, પિઝા અને સેન્ડવિચ જેવી વસ્તુઓનું સેવન કરવુ જોઇએ નહીં. હેલ્થ એક્સર્ટ અનુસાર પ્રેગનન્સીના સમયમાં વઘારે ચીઝવાળી વસ્તુઓનું સેવન કરવુ જોઇએ નહીં. એક્સપર્ટના જણાવ્યા અનુસાર ચીઝથી લિસ્ટીરિયાનો ખતરો રહે છે જે એક એવો સમૂહ જે ગર્ભવતી મહિલાઓ અને ભ્રુણમાં ઘાતક ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
સી ફુડ
પ્રેગનન્ટ મહિલાઓએ સી ફુડ ખાવાથી બચવુ જોઇએ. ઘણી મહિલાઓ પ્રેગનન્સીના સમયમાં સી ફુડ ખાતી હોય છે. જો તમે પણ આમાંના એક છો તો તમારે આ આદતને બદલવી જોઇએ. સી ફુડ તમારા સ્વાસ્થ્યને આ સમયે અનેક રીતે નુકસાન પહોંચાડે છે.
Published by:
Niyati Modi
First published:
November 26, 2022, 12:47 PM IST