Health Tips: વડનું ઝાડ તમારા સ્વાસ્થ્યને અનેક લાભ પ્રદાન કરે છે, જુઓ શું છે તેના ફાયદા


Updated: May 15, 2021, 6:23 PM IST
Health Tips: વડનું ઝાડ તમારા સ્વાસ્થ્યને અનેક લાભ પ્રદાન કરે છે, જુઓ શું છે તેના ફાયદા
પ્રતિકાત્મક તસવીર

વડ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. વડમાં એંથોસાઈનિડિન, કીટોંસ, ફિનોલ, ટેનિન્સ, સેપોનિંસ, સ્ટેરોલ્સ અને ફ્લેવોનાઈડ જેવા તત્વો રહેલા છે. વડના પાંદડામાં અનેક પોષકતત્વો રહેલા છે, તેમાં પ્રોટીન, ફાઈબર, કૈલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે.

  • Share this:
હેલ્થ ડેસ્કઃ વડના વૃક્ષ (banyan tree) વિશે તો તમે જાણતા જ હશો. તેનું વૈજ્ઞાનિક (Scientific) નામ ફાઈક્સ બેંગાલેંસિસ (Ficus bengalensis) છે. હિન્દુ ધર્મમાં વડની પૂજા કરવામાં આવે છે અને તેને રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. વડ ભારતના ઈતિહાસ (Indian history) અને લોકકથાઓનો પણ ભાગ છે. વડ અનેક ઔષધીય ગુણોથી (Medicinal properties) ભરપૂર છે. વડમાં એંથોસાઈનિડિન, કીટોંસ, ફિનોલ, ટેનિન્સ, સેપોનિંસ, સ્ટેરોલ્સ અને ફ્લેવોનાઈડ જેવા તત્વો રહેલા છે. વડના પાંદડામાં અનેક પોષકતત્વો રહેલા છે, તેમાં પ્રોટીન, ફાઈબર, કૈલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે. વડનું ઝાડ સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.

દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે
વડનું ઝાડ દાંતમાં સડો અને પેઢામાં સોજાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, ઝાડના મૂળનો મંજન કે દાંતણની જેમ ઉપયોગ કરી શકાય છે. ઝાડમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટ-માઈક્રોબાયલ ગુણ રહેલા છે. તેનો ઉપયોગ કરવાથી દાંત અને પેઢાની સમસ્યા દૂર થાય છે.

ફુંસીની સમસ્યા દૂર થાય છે
ઘણી વાર ત્વચા પર ફુંસી અને દાણા નીકળવાની સમસ્યા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે વડના મૂળનો ઉપયોગ કરી શકાય છે. તે માટે વડના મૂળને પીસીને તેનો લેપ ત્વચા પર લગાવી શકાય છે. વડના ઝાડમાં રહેલ એન્ટી-માઈક્રોબાયલ તત્વ બૈક્ટીરિયાને દૂર કરવામાં મદદ કરે છે અને એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ સોજાને રોકવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ ભારે હૈયે ઠાલવ્યું દર્દ, 'મારો પતિ પરસ્ત્રીને ઘરે લાવ્યો હતો, અને બંને બે કલાક સુધી રૂમમાં એકલા રહ્યાં'આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

સાંધાનો દુખાવો દૂર કરવામાં સહાયક
વડનું ઝાડ સાંધાનો દુખાવો દૂર કરવામાં પણ સહાય કરે છે. આ પ્રકારની સમસ્યાથી રાહત મેળવવા માટે વડના પાનનો રસ કાઢીને તેનો ઉપયોગ કરી શકાય છે. વડના પાંદડાનો રસ કાઢીને દુખાવાની જગ્યા પર લગાવીને હલ્કા હાથથી માલિશ કરવાથી રાહત મળે છે. વડમાં રહેલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે અને દુખાવાથી રાહત આપે છે.

આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

ખંજવાળની સમસ્યા દૂર કરે છે
ત્વચા પર થતા બૈક્ટીરિયલ ઈન્ફેક્શનને કારણે ખંજવાળની સમસ્યા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે વડના પાંદડા અથવા તેની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. વડના પાંદડા કે તેની છાલનો લેપ બનાવીને જે જગ્યા પર ખંજવાળ આવતી હોય ત્યાં લગાવો.



વડમાં રહેલ એન્ટી-માઈક્રોબાયલ ગુણ ખંજવાળની સમસ્યા દૂર કરવામાં સહાય કરે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: May 15, 2021, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading