બહુ વિચારવાની આદત માનસિક સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી, નિષ્ણાત પાસેથી સમજો આખો કેસ

News18 Gujarati
Updated: October 26, 2021, 4:09 PM IST
બહુ વિચારવાની આદત માનસિક સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી, નિષ્ણાત પાસેથી સમજો આખો કેસ
બહુ વિચાર કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. (ફોટો- Pixabay)

Overthinking can affect mental health: વધુ વિચારવાથી ફક્ત તમારા મનની શાંતિ અને આરામ કરવાની ક્ષમતા પર અસર નથી પડતો પણ કેટલાય અભ્યાસમાં સાબિત કરવામાં આવ્યું છે કે વધુ સમય સુધી આ રીતે રહેનારી વ્યક્તિ હતાશા અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

  • Share this:
શું તમે પણ કોઈ એવી વાતને મગજમાં લઈને બેઠાં છો, જેને તમે ભૂલવા તો માગો છો, પણ તમને એનાથી છૂટકારો નથી મળી રહ્યો. તમારા લાખ પ્રયત્ન કરવા છતાં એ વાતને દિમાગમાંથી નથી કાઢી શકતા જે તમને સતત પરેશાન કરી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો વારંવાર નકારાત્મક વિચારોની એક જ પેટર્નમાંથી પસાર થવા જેવું થકવી નાખનારું કામ બીજું કોઈ નથી. વધુ વિચારવાથી ફક્ત તમારા મનની શાંતિ અને આરામ કરવાની ક્ષમતા પર અસર નથી પડતો પણ કેટલાય અભ્યાસમાં સાબિત કરવામાં આવ્યું છે કે વધુ સમય સુધી આ રીતે રહેનારી વ્યક્તિ હતાશા અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

જ્યારે તમે વધુ વિચારી રહ્યા હો છો તો તમારું દિમાગ અથાક વિચારોનું એક ચક્રવ્યૂહ બનાવી રહ્યું હોય છે, આ સ્થિતિનું વિશ્લેષ્ણ કરે છે અને વ્યક્તિ પોતાને નકારાત્મક રૂપમાં આંકવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે વિચાર હંમેશા તમને એક મોટી વાત લાગે છે. એ ભલે બહુ મહત્વના ન હોય અને ભલે એ તમારા દિમાગની જ ઉપજ હોય, પણ આવા વિચારોમાંથી બહાર નીકળવું સરળ નથી.

વધુ વિચારવામાં કેટલાય જોખમ રહેલા છે અને આ મુશ્કેલીથી છૂટકારો મેળવવો કોઇપણ વ્યક્તિ માટે બહુ જરૂરી છે. જોકે વાસ્તવમાં આ એક મનોવૈજ્ઞાનિક રોગ નથી. વધુ વિચારવાથી બાળકોને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પેદા થઈ શકે છે.

લાઈટરૂમ થેરાપી એન્ડ કાઉન્સેલિંગની સંસ્થાપક અને મનોવૈજ્ઞાનિક ગરિમા જુનેજા જણાવે છે કે જ્યારે તમે સમય સાથે વધુ વિચાર્યા કરો છો તો તેનો તમારા માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે.

તમે ઉદાસ અથવા ચિંતિત મહેસૂસ કરો છો
ઉદાસી અનુભવવાની શરૂઆત હંમેશા કોઈપણ વિષય પર વધુ વિચારવાથી થાય છે. મોટાભાગનો સમય આપણે ભૂતકાળની ઘટનાઓ વિશે વિચારીએ છીએ અને વર્તમાનમાં થઈ રહેલી ઘટનાઓ વિશે ચિંતિત હોઈએ છીએ અથવા ભવિષ્યને લઈને વધુ પડતી ચિંતા કરીએ છીએ. આ બધામાં મુખ્યત્વે નકારાત્મક ભાવનાઓ રહેલી હોય છે. જે લાંબા સમય સુધી રહેવા પર જીવનમાં નિરાશા પેદા કરી શકે છે. પરિણામે વ્યક્તિ હતાશા કે ચિંતાગ્રસ્ત થઈ શકે છે.આ પણ વાંચો: Health Benefits: એક ચપટી હિંગ બ્લડપ્રેશરથી લઇને પાચન સહિતની ઘણી સમસ્યામાં આપે છે રાહત

તમે લોકોથી બચવાનું શરુ કરો છો
આપણો વ્યવહાર અથવા અન્ય વ્યક્તિનો વ્યવહાર જેમકે સામાજિક સ્થિતિ વિશે વધુ વિચારવાથી લોકો તીવ્ર નિષ્કર્ષ પર પહોંચી જાય છે. આ લાંબા ગાળે સામાજિક ચિંતા પેદા કરી શકે છે અને લોકોથી દૂર કરી શકે છે.

તમારા કામને પ્રભાવિત કરે છે
જ્યારે આપણે કોઈ વિષય પર વધુ વિચારીએ છીએ તો એ આપણા દૈનિક જીવનને અસર કરે છે. એનું પરિણામ એ આવે છે કે આપણને ઊંઘ નથી આવતી અને ભૂખ ઓછી લાગે છે. એટલું જ નહીં, તમે જે કામ કરો છો એમાં પૂરું ધ્યાન નથી આપી શકતા. ખરેખર મુશ્કેલી ત્યારે શરુ થાય છે જ્યારે એ દૈનિક કામકાજને પ્રભાવિત કરવાનું શરુ કરે છે.

આ પણ વાંચો: હાઈ બ્લડ પ્રેશરનું રામબાણ ઈલાજ છે એક ગ્લાસ ટામેટાંનો જ્યુસ, જાણો તેના ફાયદા

જો વધુ પડતા વિચારો તમારા જીવનને બરબાદ કરી રહ્યા છે તો એનો અર્થ એવો નથી કે તેનો કોઈ ઉપાય નથી. પોતાની સમસ્યા અંગે જાગૃત થવું જરૂરી છે. જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો નીચે જણાવેલી બાબતો (How to stop overthinking) નું ધ્યાન રાખવું જોઈએ.

-પોતાની વિચાર પેટર્નને ઓળખવાનો પ્રયત્ન કરો અને પોતાને વચન આપો કે હવે બહુ થઈ ગયું. આમ કરવાથી વધુ વિચારવાની ખરાબ આદતથી છૂટકારો મળી શકે છે.
-પોતાની પાંચેય ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને વર્તમાનમાં પાછા ફરવામાં મદદ મળી શકે છે.
-ઊંડા શ્વાસ લેવાથી પણ તમે નકારાત્મક વિચારોના બોજથી છૂટકારો મેળવી શકશો.
-માઈન્ડફુલનેસ, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને તમે જે કામ કરી રહ્યા છો તેમાં જ ધ્યાન પરોવશો તો એ પણ ફાયદાકારક છે.
Published by: Nirali Dave
First published: October 26, 2021, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading