યુવતીએ માને કહ્યું, તમારો દીકરો જેટલો ભોદુ દેખાય છે અક્કલથી તેનાંથી પણ વધુ છે

News18 Gujarati
Updated: May 30, 2018, 12:57 PM IST
યુવતીએ માને કહ્યું, તમારો દીકરો જેટલો ભોદુ દેખાય છે અક્કલથી તેનાંથી પણ વધુ છે
મે ક્યારેય કોઇ છોકરીની આંખમાં આંખ ઉઠાવીને નહોતી જોઇ પણ અઠવાડિયા પહેલાં હું જેને મળ્યો તે એકદમ અલગ હતી

મે ક્યારેય કોઇ છોકરીની આંખમાં આંખ ઉઠાવીને નહોતી જોઇ પણ અઠવાડિયા પહેલાં હું જેને મળ્યો તે એકદમ અલગ હતી

  • Share this:
'મને ખબર છે કે તારા દીકરા સાથે રહેતા મને વર્ષની ત્રણેય ઋતુમાંથી ક્યારેય ભરપેટ ભોજન નહીં મળે. મારું એ જાણવું જ આપણને એકબીજાની જોડ બનાવે છે. મને મારી ઉંમરની છોકરીઓની જેમ કપડાં ઘરેણાનો શોખ નથી. હું દરેક પ્રકારે એક ખેડૂતની પત્ની બનવાને લાયક છું. તમારા દીકરાને મારા જેવી જીવન સંગીનીની જરૂર છે કારણ કે તે ચહેરાથી જેટલો ભોદુ લાગે છે અક્કલથી તેનાંથી પણ વધુ છે.'

આ કહેતા તે મારી આંખોમાં સીધુ તાકી રહી હતી. મે પહેલી વખત કોઇ યુવતીને આટલું સ્પષ્ટ બોલતા સાંભળી છે. તે પણ એવી યુવતી જેને હું લગ્ન માટે જોવા ગયો હતો. બીજી માઓની જેમ બિલાલની મા પણ દીકરાનાં લગ્ન માટે યુવતી જોતી હતી. સ્વભાવથઈ સંકોચી બિલાલને ઘણી છોકરીઓ નાપંસદ કરી ચૂકી હતી. બિલાલે પોતે ક્યારેય કોઇ છોકરીને ધ્યાનથી જોઇ જ ન હતી. સિવાય તેને જેને બિલાલને ભોદૂ કહ્યો.

'મારી મા ઘણાં વર્ષોથી મારા માટે સારી વહુ શોધી રહી છે. પણ ક્યાંય વાત જામતી નથી. એક તો મારી માની વહુ પ્રત્યેની અપેક્ષાઓ ઘણી છે તો બીજી તરફ તેનો દીકરો એટલે કે હું એકદમ સામાન્ય છું. ચહેરો, નાક-નક્શો, કામ કંઇ એવું નથી કે કોઇ પરિવાર સામેથી માંગુ લઇને આવે. મારી અડધી કમાણી યુવતીઓનાં ઘરે જઇ મિઠાઇ ખવડાવવામાં જ ખર્ચ થઇ જાય છે.દર શુક્રવારે હું મારું કામ પતાવી ને ઘરે આવું અને અમે કોઇને કોઇ છોકરીનાં ઘરે જતાં. ત્યાં જતા પહેલાં માં પોતાનું એકલોતું લાલ પંજાબી કુરતુ પહેરતી. કારણ કે તે જોવામાં ઠીક-ઠાક હતું. ત્યાં પહોંચીને સવાલ જવાબ ચાલતા અને હું ચુપચાપ બેસી રહેતો. ક્યારેક માને છોકરી નહોતી પસંદ આવતી તો ક્યારેક છોકરીને હું પસંદ નહોતોં આવતો.

મે ક્યારેય કોઇ છોકરીની આંખમાં આંખ ઉઠાવીને નહોતી જોઇ પણ અઠવાડિયા પહેલાં હું જેને મળ્યો તે એકદમ અલગ હતી. માનાં તમામ સવાલનાં જવાબ આપ્યા બાદ તેણે સીધે સીધુ માને કહ્યું હતું કે, હું તેનાં માટે એકદમ પરફેક્ટ પત્ની રહીશ. આને એક તેજ-તર્રાર યુવતીની જરૂર છે. હું નથી જાણતો કે પ્રેમ શું છે પણ તેને મળ્યા બાદ હું તેને ભૂલી નથી શકતો.(આ કહાની અમે ફેસપૂક પેજ GMB Akashની પરવાનગીથી લીધી છે.)
Published by: Margi Pandya
First published: May 30, 2018, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading