સિઝનલ ફૂડનું સેવન તમારા સ્વાસ્થ માટે છે ફાયદાકારક, જાણો તેના ફાયદા વિશે
Updated: January 22, 2022, 11:43 PM IST
દરેક મોસમ પ્રમાણેની અનૂકુળ આબોહવા મોસમી પેદાશોને આપણા શરીર માટે માફક બનાવે છે જેથી તે સરળતાથી ખાઈ અને પચાવી શકાય (પ્રતિકાત્મક તસવીર)
Health Tips - ફળો અને શાકભાજી જે કુદરતી પાકે છે તે રીતે વધુ સારી રીતે પોષણ આપે છે. સાથે જ તે તાજા પણ હોય છે તેથી પ્રિઝર્વ કરેલા ફુડની સરખામણીમાં તે વધુ પોષક તત્વો પ્રદાન કરે છે
આપણી રોજબરોજની આહારની જરૂરિયાતોને પૂરી કરવા માટે હાલ દેશમાં ન્યૂટ્રિશનિસ્ટે ભારતમાં મળી રહેતા તેવા ફુડ્સ વિશે સંશોધન કરવાની શરૂઆત કરી છે. તેઓ એન્શિયન્ટ વિઝ્ડમ અને સિઝનલ ફુડ્સ (Seasonal food) જેવા વિકલ્પો પર કામ કરી રહ્યા છે. આ પ્રકારની વિકલ્પો ન માત્ર પર્યાવરણને અનુકૂળ છે પણ આના ઉપયોગથી લોકલ ઈકોનોમિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. લવલાઇફ હોસ્પિટલના ડૉ. રાજ્યલક્ષ્મી દેવી જણાવે છે કે, દરેક સિઝનમાં પોષક તત્ત્વો (nutrients), એન્ટીઑકિસડન્ટ (antioxidant) અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ (phytonutrient) થી ભરપૂર શાકભાજી જોવા મળતા હોય છે. આ સાથે જ દરેક મોસમ પ્રમાણેની અનૂકુળ આબોહવા મોસમી પેદાશોને આપણા શરીર માટે માફક બનાવે છે જેથી તે સરળતાથી ખાઈ અને પચાવી શકાય.
સિઝનલ ફુડના ફાયદાઓ વિશે વાત કરતા એ બાબતનું ચોક્કસથી ધ્યાન રાખવું કે, આ સ્વદેશી ફળો અને શાકભાજી પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેથી જંતુઓ અને જીવાતોને આ ઉત્પાદનો બગાડતા અટકાવી શકાય. આ અંગે વાત કરતા શેફ કુણાલ કપૂર જણાવે છે કે, દરેક વ્યક્તિએ હંમેશા મોસમી ફળો અને શાકભાજી ખાવા જોઈએ, જેથી જે તે ઋતુ દરમ્યાન શરીરને જોઈતા એવા તમામ જરૂરી પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકભાજી શરીરની તમામ જરૂરિયાતો પૂરી કરે
જણાવી દઈએ કે શેફ કુણાલ કપૂર પોતે પણ સિઝનલ ફુડ્સ આધારિત કુકિંગ પર ભાર આપે છે. જો કે અહીં એ બાબત પર પણ ધ્યાન દોરવુ જરૂરી છે કે આ ફુડ અસંખ્ય હાથમાંથી પસાર થાય છે અને સંભવિત રીતે જંતુઓનું પરિવહન કરે છે. તેથી તમારા ખોરાકને નિમવોશ જેવા કુદરતી ઉપાયોથી ધોઈને સ્વચ્છ કરી લેવા જેથી તે સ્વચ્છ થઈ જાય અને ખાવા માટે સલામત બની રહે. સાથે જ ખાતરી કરવી કે તેમાં કેમિકલ્સ અને બેક્ટેરિયાની હાજરી ન રહે.
આ પણ વાંચો - Health News: પાચન શક્તિને વધારી શકે છે Coffee, દરરોજ 3-5 કપ પીવાથી પેટને નથી થતું નુકસાન: અભ્યાસ
આ સાથે જ સિઝનલ ફુડ્સનો ઉપયોગ કરવાના વિવિધ ફાયદાઓ પર વાત કરતા શેફ જણાવે છે કે, સિઝનલ ફુડમાં હાઈ ન્યૂટ્રિશન વેલ્યુ હોય છે. ફળો અને શાકભાજી જે કુદરતી પાકે છે તે રીતે વધુ સારી રીતે પોષણ આપે છે. સાથે જ તે તાજા પણ હોય છે તેથી પ્રિઝર્વ કરેલા ફુડની સરખામણીમાં તે વધુ પોષક તત્વો પ્રદાન કરે છે.
આ સાથે જ સિઝનલ ફુડ્સ સસ્તા પણ હોય છે. સિઝનલ પ્રોડક્શન ઘણો જ કોસ્ટ ઈફ્કેટિવ હોય છે, ખેડૂતો તેમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે અને લણણી કરે છે. સ્થાનિક સ્ટોકનું સોર્સિંગ પણ લોજિસ્ટિક્સની કિંમતમાં ભારે ઘટાડો કરે છેસિઝનલ ફુડ ઇકોલોજીકલ હોય છે. સિઝનલ ફુડ ખાવાથી સિઝનની બહારની પેદાશોની માંગમાં ઘટાડો થાય છે, સ્થાનિક ખેતીનો વપરાશ વધે છે અને વધુ અગત્યનું રેફ્રિજરેશન માટેનો સમય ઓછો થાય છે, પાકના પરિવહન અને સિંચાઈમાં સંકળાયેલા ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
સિઝનલ ફુડનો સ્વાદ વધુ સારો હોય છે. ચોક્કસ સિઝનમાં ઉત્પાદિત શાક અને ફળો તાજા હોવાથી તેનો સ્વાદ વધુ સારો, મીઠો હોય છે. જ્યારે ફળો અને શાકભાજી યોગ્ય સમયે લણવામાં આવે છે, ત્યારે તે વધુ સ્વાદિષ્ટ બની જાય છે.
First published:
January 22, 2022, 11:43 PM IST